Petrol-Diesel ના ભાવ વધતા કારમાં CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ

|

May 28, 2021 | 8:04 PM

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 100 જિલ્લામાં Petrol નો ભાવ 100 રૂપિયા પ્રતિલીટરને પાર થઇ ગયો છે.

Petrol-Diesel ના ભાવ વધતા કારમાં CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ
FILE PHOTO

Follow us on

દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને ધંધા – રોજગાર પર મંદ પડ્યા છે અને સાથે જ Petrol-Diesel ના ભાવમાં થઇ રહેલા સતત ભાવ વધારાને કારણે લોકોની મુશ્કલીઓ વધી રહી છે. આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 ટકા જેટલો વધારો થઇ ગયો છે. પેટ્રોલ -ડીઝલમાં થતા ભાવ વધારાને કારણે કંટાળીને લોકો હવે પોતાની કારમાં CNG કીટ ફિટ કરાવવા લાગ્યા છે.

દેશના 100 જિલ્લામાં પેટ્રોલનો ભાવ 100 ને પાર
એક મડિયા રીપોર્ટ પ્રમાણે દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 100 જિલ્લામાં Petrol-Diesel નો ભાવ 100 રૂપિયા પ્રતિલીટરને પાર થઇ  ગયો છે. મધ્યપ્રદેશના તમામ 50 જિલ્લા, રાજસ્થાનના 27 જિલ્લા અને મહારાષ્ટ્રના 23 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100 ને પાર થઇ ગઈ છે.

ચાલુ વર્ષે 10 ટકા જેટલો વધારો થયો
આ વર્ષની શરૂઆતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 81.17 રૂપિયા અને ડીઝલનો ભાવ 79.61 રૂપિયા હતો. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 10 થી વધુ વખત Petrol-Diesel ના ભાવમાં વધારો થયો છે. આજે 28 મે ના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 90.70 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.10 રૂપિયા સુધી પહોચી ગયો છે. આમ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 ટકા જજેટલો વધારો થઇ રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ
પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવ વધારાને કારણે કારમાં CNG કીટ લગાવનારાઓની સંખ્યા બમણી થઇ ગઈ છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર ગયા વર્ષે રોજ 30 કારમાં CNG કિટ ફિટ કરવામાં આવતી હતી જે સંખ્યા આ વર્ષે 45 થી 60 સુધી પહોચી ગઈ છે. એટલે કે ગત વર્ષ કરતા બમણી કારોમાં CNG કિટ ફિટ કરવામાં આવી રહી છે.

Petrol-Deasel સામે CNG સસ્તું
પેટ્રોલથી ચાલતા વાહન કરતા CNG થી ચાલતા વાહનનો બળતણ ખર્ચ 50 ટકા જેટલો ઓછો થઇ જાય છે. 1200 CC એન્જીન ધરાવતી કાર 90 રૂપિયા પ્રતિ લીટરના પેટ્રોલમાં 15 થી 16 કિલોમીટર ચાલે છે અને આની સરખામણીમાં 55 રૂપિયા પ્રતિકિલો CNG ગેસથી કાર 22 થી 23 કિલોમીટર સુધી ચાલે છે. આ રીતે પેટ્રોલ કરતા CNG કિંમત અને માઈલેજ બંને રીતે ઘણો સસ્તો પડે છે.

આ પણ વાંચો : Covid Vaccination : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે

Published On - 7:59 pm, Fri, 28 May 21

Next Article