
Hero Xtreme 125R : હીરોની આ સૌથી નાની Xtreme બાઇક હવે રૂપિયા 1 લાખથી થોડી ઉપર છે. પહેલા તેની કિંમત રૂપિયા 99,500 હતી, પરંતુ તાજેતરમાં તેમાં રૂપિયા 1,600નો વધારો થયો છે. તેમ છતાં, તે બજાજ પલ્સર NS125 કરતા ₹5,000 સસ્તી છે. આ હાલમાં ભારતમાં સૌથી સસ્તી ABS બાઇક છે.

બજાજ પલ્સર NS125 : બજાજે તાજેતરમાં આ મોડેલને ABS સાથે અપડેટ કર્યું છે. બેઝ વેરિઅન્ટ રૂપિયા 1 લાખથી શરૂ થાય છે, પરંતુ રૂપિયા 7,000 વધુ કિંમતે, તમને ટોપ વેરિઅન્ટ 'LED BT ABS' મળે છે, જેમાં ABS, ઓલ-LED હેડલાઇટ, ડિજિટલ કન્સોલ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. આ પહેલી 125cc પલ્સર છે જેમાં ABS છે.

હીરો એક્સ્ટ્રીમ 160R 2V : આ બાઇક હલકી, ઇંધણ-કાર્યક્ષમ અને આર્થિક માનવામાં આવે છે. રૂપિયા 1.12 લાખની કિંમતે, તે આ યાદીમાં પણ સામેલ છે. ભારતમાં 150-160cc સ્પોર્ટી કોમ્યુટર સેગમેન્ટમાં તે હીરોની નવીનતમ એન્ટ્રી છે. આ મોટરસાઇકલ હવે બંધ કરાયેલી Xtreme Sports ની જગ્યાએ રજૂ કરવામાં આવી છે.

બજાજ પલ્સર 150 : આ ક્લાસિક પલ્સર મોડેલ 20 વર્ષથી વધુ સમયથી બજારમાં છે. નવી પલ્સર NS અને N શ્રેણી હોવા છતાં, તેની ઓળખ અને લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. બજાજ પલ્સર ૧૫૦ ભારતમાં સૌથી વધુ વેચાતી ૧૫૦ સીસી કોમ્યુટર બાઇક્સમાંની એક છે. જૂની હોવા છતાં, આ બાઇક મસ્ક્યુલર સ્ટાઇલ, સારી માઇલેજ અને બજેટ ફ્રેન્ડલી છે.

બજાજ પલ્સર N150 : બજાજ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી આ બાઇકમાં બેઝ વેરિઅન્ટથી જ ડ્યુઅલ-ચેનલ ABS છે. તેમાં LED પ્રોજેક્ટર હેડલાઇટ, ડિજિટલ ડિસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે. આ ઓછી કિંમતે આધુનિક દેખાવ અને સલામતી ધરાવતી બાઇક છે. તેની કિંમત રૂપિયા 1.14 લાખથી શરૂ થાય છે.
Published On - 2:55 pm, Thu, 3 July 25