JSW MG મોટરે આ વર્ષે વિન્ડસર લોન્ચ કરી હતી, જેને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ઇલેક્ટ્રિક કારની મદદથી MGએ ટાટા મોટર્સને ટક્કર આપી હતી. ટાટા ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં સૌથી મોટી કંપની છે. વિન્ડસર EVના સારા વેચાણને કારણે ટાટાનો બજાર હિસ્સો ઘટીને 49 ટકા થયો હતો, જ્યારે MGનો બજાર હિસ્સો વધીને 36 ટકા થયો હતો. MG 2025માં નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરીને ટાટા સાથે સ્પર્ધા કરવાનું ચાલુ રાખી શકે છે.
MG Cyberster ઈલેક્ટ્રિક કાર એ MGની આગામી મોટી કાર લોન્ચિંગ હશે. હાલમાં જ કંપનીએ આ ઇલેક્ટ્રિક કારનું અનાવરણ કર્યું છે. આ સિવાય કંપની વધુ બે નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે, જેની ડિઝાઇન અને રેન્જ સારી હશે. ત્યારે એ જાણી લઈએ કે 2025માં JSW MG કઈ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે.
MG4 એક પ્રીમિયમ હેચબેક ઇલેક્ટ્રિક કાર છે, જેને બેસ્ટ ડિઝાઇન અને કન્ફર્ટ સાથે લોન્ચ કરી શકે છે. આ ઈલેક્ટ્રિક કાર ઈન્ટરનેશનલ માર્કેટમાં પહેલેથી જ વેચાઈ રહી છે. 64 kWh બેટરી પેક સાથે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીનો દાવો છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ ઇલેક્ટ્રિક કાર લગભગ 450 કિલોમીટરનું અંતર કાપે છે.
MG5 એક ઇલેક્ટ્રિક વેગન કાર છે, જે આવતા વર્ષે ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, MG આ કારના નેક્સ્ટ જનરેશન મોડલ પર કામ કરી રહી છે. આ કારમાં 61 kWh બેટરી પેકનો પાવર મળી શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક કાર અંદાજે 485 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
JSW MG મોટર 2025માં MG4 અને MG5 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે. જો કે, કંપની દ્વારા તેમના લોન્ચ વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. એવી અટકળો છે કે MG આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં નવી ઇલેક્ટ્રિક કારનું પ્રદર્શન કરી શકે છે.