Maruti Suzuki eVX: ટાટા અને મહિન્દ્રા સાથે ટક્કર કરશે મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર, જાણો કયારે થશે લોન્ચ

|

Nov 03, 2024 | 6:06 PM

મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર EVX 4 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. આ તેનું પ્રોડક્શન વર્ઝન હશે, એટલે કે આ મોડલ માર્કેટમાં વેચાશે. આ ઇલેક્ટ્રિક કાર, જે મારુતિ માટે ખૂબ જ ખાસ છે, તે ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકો ટાટા મોટર્સ અને મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરશે.

Maruti Suzuki eVX: ટાટા અને મહિન્દ્રા સાથે ટક્કર કરશે મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર, જાણો કયારે થશે લોન્ચ

Follow us on

મારુતિ સુઝુકીએ પ્રથમ ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર eVX આવતીકાલે એટલે કે 4 નવેમ્બરે display કરવામાં આવશે. ઇટાલીના મિલાન શહેરમાં યોજાનારી એક ઇવેન્ટમાં eVXનું અનાવરણ કરવામાં આવશે. સુઝુકી માટે, બેટરીથી ચાલતી આ કાર માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક બજાર માટે પણ મહત્વપૂર્ણ છે. ભારતમાં તે ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓની ઇલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરશે.

મારુતિ eVX જે મિલાનમાં રજૂ કરવામાં આવશે તે તેનું અંતિમ ઉત્પાદન-વર્ઝન છે. આ મોડલ જ માર્કેટમાં વેચાશે. મેડ-ઇન-ઇન્ડિયા મારુતિ eVXનો મોટો હિસ્સો નિકાસ કરવામાં આવશે. ભારતમાં બનેલી આ ઇલેક્ટ્રિક એસયુવીને યુરોપ અને જાપાનમાં નિકાસ કરવામાં આવશે.

500 કિલોમીટરની સિંગલ ચાર્જ રેન્જ

મારુતિ સુઝુકી eVX ના સ્પષ્ટીકરણો હજુ સુધી સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યા નથી. મીડિયા અહેવાલો અનુસાર, મારુતિની નવી ઇલેક્ટ્રિક કાર બે બેટરી પેક વિકલ્પો – 48kWh અને 60kWh સાથે ઓફર કરવામાં આવી શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, આ કાર સંભવિત રીતે લગભગ 500 કિલોમીટરનું અંતર કાપશે.

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

મારુતિ eVX ની સંભવિત સુવિધાઓ

તેની અપેક્ષિત વિશેષતાઓમાં મોટી ફ્લોટિંગ-પ્રકારની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવા ડિઝાઇન કરેલા ડેશબોર્ડ અને કંટ્રોલ સ્વીચો, ડ્રાઇવિંગ મોડ્સ માટે રોટરી ડાયલ અને ચામડાની બેઠકો વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય આવનારી ઇલેક્ટ્રિક કારમાં ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફીચર્સ પણ આપવામાં આવી શકે છે.

ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025

મારુતિ સુઝુકી ઇવીએક્સનું ઉત્પાદન મારુતિ સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં કરવામાં આવશે. આ કામ માર્ચ 2025થી શરૂ થઈ શકે છે. ઇટાલીમાં, eVX 4 નવેમ્બરના રોજ પ્રદર્શિત કરવામાં આવશે, જ્યારે ભારતમાં, આ ઇલેક્ટ્રિક કાર જાન્યુઆરી 2025 માં યોજાનાર ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં અનાવરણ કરી શકાય છે. Tata Curvv EV જેવી હાલની ઇલેક્ટ્રિક કાર ઉપરાંત, eVX ક્રેટા ઇવી જેવી આગામી ઇલેક્ટ્રિક કાર સાથે પણ સ્પર્ધા કરશે.

Next Article