કાર વેચતા પહેલા જો આ કામ ન કર્યું તો થશે ભારે નુકસાન, એકાઉન્ટમાંથી ઉડી જશે પૈસા!

|

May 13, 2023 | 12:31 PM

Manage Fastatg: જો તમે તમારું વાહન વેચી રહ્યા છો, તો આ કામ ચોક્કસ કરો, નહીં તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે, તમારા ખાતામાંથી તમામ પૈસા પાણીની જેમ વહી જશે.

કાર વેચતા પહેલા જો આ કામ ન કર્યું તો થશે ભારે નુકસાન, એકાઉન્ટમાંથી ઉડી જશે પૈસા!
Symbolic Image

Follow us on

હાઇવે પર અને ટોલ પર મુસાફરી કરતી વખતે વધારે ટ્રાફિક અને સમયને બચાવવા માટે ફાસ્ટેગની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હવે તે બધા માટે ફરજિયાત બની ગયું છે, હવે દરેક નાના-મોટા વાહનમાં FASTag ફીટ કરવામાં આવે છે. જો તમારી કારમાં પણ આ FASTag લગાવવામાં આવ્યું છે, તો તમારે ટોલ ભરવા માટે લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડતી નથી અને તે તમારો ઘણો સમય પણ બચાવે છે. પરંતુ જો તમે કાર વેચતી વખતે આ વાતનું ધ્યાન ન રાખ્યુ તો આ તમને ભારે પણ પડી શકે છે, તો ચાલો તમને તેની પાછળનું આખું કારણ જણાવીએ.

આ પણ વાંચો: Karnataka Elections: જીતની નજીક આવતા જ કોંગ્રેસ એલર્ટ પર, મતગણતરી કેન્દ્રમાંથી જ ધારાસભ્યને એરલિફ્ટ કરવાની યોજના

કાર વેચતી વખતે આ વાતનું ધ્યાન રાખો

વાહન જૂનું હોય કે નવું, હવે તમામ વાહનોમાં FASTag લગાવવામાં આવ્યા છે. તે વાહનની વિન્ડશિલ્ડ પર સ્ટીકરની જેમ ચોંટાડવામાં આવે છે. હવે તો નવી કારમાં ફાસ્ટેગ સ્ટીકર પહેલેથી જ ઇન્સ્ટોલ થયેલું હોય છે એટલે કે તમારે તેને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડતી નથી. આ ફાસ્ટટેગ ને તમારે તમારા બેંક એકાઉન્ટ અને ઈ-વોલેટ સાથે કનેક્ટ કરવાનું હોય છે. અને જો તમે તમારું વાહન વેચો છો અને તેને એપમાંથી ડીએક્ટીવેટ કરવાનું ભૂલી જાઓ છો તો તમને ભારે નુકસાન થઇ શકે છે. કારણ કે વાહન વેચાયા પછી પણ FASTag નું પેમેન્ટ તમારા ખાતાના વોલેટમાંથી કપાતું રહે છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

આ રીતે ફાસ્ટેગને કરો ડીએક્ટીવેટ

જો તમે Paytm અથવા Phonepe જેવા ઈ-વોલેટ દ્વારા ફાસ્ટેગનો ઉપયોગ કરો છો, તો તમને તેમાં મેનેજ ફાસ્ટેગનો ઓપ્શન મળશે, આ ઓપ્શન પર ગયા પછી, અહીં ફાસ્ટેગને ડીએક્ટીવેટ ફાસ્ટટેગના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને કેટલાક સવાલો પૂછવામાં આવશે, તેના સરળ જવાબ આપો. અને તમે આ કેમ ડીએક્ટીવેટ કરવા માંગો છો તે પાછળનું યોગ્ય કારણ પસંદ કરો, તે પછી તમારું ફાસ્ટેગ ડીએક્ટીવેટ થઈ જશે. તમારા બેંક ખાતામાંથી FASTag ને ડીએક્ટીવેટ કરવા માટે આ  પ્રક્રિયાને ફોલો કરવી પડશે.

ફક્ત સ્ટીકર હટાવી દેવાથી તે ડીએક્ટીવેટ થશે નહિ

જો તમે એવું વિચારી રહ્યા છો કે તમે તમારી કારમાંથી સ્ટીકર હટાવી દેશો, તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ ડીએક્ટીવેટ થઈ જશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. જો તમે સ્ટીકર હટાવી દો છો, તો તમને એક મોટું નુકસાન થશે. કેમ કે તમે તેમાં જમા થયેલી સિક્યોરિટી એમાઉન્ટને પાછી મેળવી શકશો નહીં. સિક્યોરીટી એમાઉન્ટ પાછી મેળવવા માટે, તમારે તમારું એકાઉન્ટ ડીએક્ટીવેટ કરવું પડશે. આ પછી આ રકમ તમારા ઈ-વોલેટમાં પાછી આવી જશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article