શું તમારી કારનું વ્હીલ બેલેન્સ બરાબર છે ? આ રીતે જાતે જ તપાસો

Wheel alignment vs wheel balance : આ નાની દેખાતી સમસ્યા તમારી કારની સ્થિરતા, માઇલેજ અને સલામતીને ભારે અસર કરે છે. પરંતુ તમે તમારી રીતે જ કેટલીક સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા વાહનનું વ્હીલ બેલેન્સ યોગ્ય છે કે નહીં તે જાતે જાણી શકો છો.

શું તમારી કારનું વ્હીલ બેલેન્સ બરાબર છે ? આ રીતે જાતે જ તપાસો
| Edited By: | Updated on: Nov 19, 2025 | 2:58 PM

આજકાલ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે માર્ગ સલામતી નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે કે, વ્હીલ બેલેન્સ બરાબર ના હોવાથી ભારતીય રસ્તાઓ પર થઈ રહેલા કેટલાક અકસ્માતોનું મુખ્ય કારણ છે. કારધારક ઘણીવાર કારની સર્વિસ દરમિયાન એન્જિન ઓઇલ, ફિલ્ટર્સ અને બ્રેક્સનું કામકાજ કરાવવા પર ધ્યાન આપે છે, પરંતુ વ્હીલ બેલેન્સ જેવા તકનીકી પાસાઓ પર ધ્યાન આપતા નથી.

આ નાની દેખાતી સમસ્યા તમારી કારની સ્થિરતા, માઇલેજ અને સલામતીને ભારે અસર કરે છે. તમે તમારી રીતે જ કેટલીક સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને જાતે, નક્કી કરી શકો છો કે તમારા વાહનનું વ્હીલ બેલેન્સ યોગ્ય છે કે નહીં.

સ્ટીયરિંગ વાઇબ્રેશન

જો તમારી કાર હાઈવે પર 60 થી 80 કિમીની ગતિએ ચાલી રહી છે ત્યારે જો સ્ટીયરિંગમાં થોડુઘણુ પણ વાઇબ્રેશન અનુભવાતુ હોય, તો તે લગભગ ચોક્કસ સંકેત છે કે આગળના વ્હીલ્સનુ બેલેન્સ બરાબર નથી. આ સમસ્યા ઘણીવાર ધીમે ધીમે વધે છે અને રોજિંદા ડ્રાઇવિંગમાં તે ધ્યાને પણ નથી આવતુ, પરંતુ હાઇવે પર તે ક્યારેક અત્યંત ચિંતાજનક બની શકે છે.

આખી કારમાં કંપન

જો હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે આખી કાર થોડી વાઇબ્રેટ થવા લાગે છે, તો તે પાછળના વ્હીલ બેલેન્સ બરાબર ના હોવાને કારણે હોઈ શકે છે. ઘણા કાર ડ્રાઇવરો આ પ્રકારના વાઇબ્રેશનને અવગણે છે. આવુ બને ત્યારે તેઓ એવું વિચારે છે કે તે રસ્તાની સ્થિતિ બરાબર નથી, પરંતુ પાછલા વ્હીલનુ બેલેન્સ બરાબર ના હોય તો ટાયર અને સસ્પેન્શનને ભારે નુકસાન પહોંચાડે છે.

ટાયર ઘસાવુ

જો તમારી કારનુ કોઈ પણ ટાયર એક બાજુ વધુ ઘસાઈ ગયુ હોય, તો તે ફક્ત એલાઈમેન્ટમાં જ નહીં પરંતુ વ્હીલ બેલેન્સમાં પણ સમસ્યા હોઈ શકે છે. સમયસર કારની સર્વિસ કરવામાં ના આવે તો ટાયરનું આયુષ્ય અડધું થઈ શકે છે.

બ્રેક દરમિયાન ઘ્રુજારી, માઇલેજમાં ઘટાડો

અયોગ્ય વ્હીલ બેલેન્સ, એન્જિનની રોલિંગ પ્રતિકાર વધારે છે, જેનાથી માઇલેજ ઘટે છે. હાઇ-સ્પીડ દરમિયાન મારવામાં આવતી બ્રેક દરમિયાન થતી ઘ્રુજારીથી કાર પરના નિયંત્રણને અસર થઈ શકે છે.

નબળા વ્હીલ બેલેન્સના મુખ્ય ગેરફાયદા:

  • વધુ ઝડપે કાર ચાલે ત્યારે અસ્થિર લાગે
  • સસ્પેન્શન ભાગ ઝડપથી ઘસાઈ જાય
  • ટાયર ઝડપથી ઘસાઈ જાય .
  • ઈંધણનો વપરાશ વધે
  • કારમાં લાંબી ડ્રાઇવ થકવી નાખે અને અસુરક્ષિત બને

 

ઓટોમોબાઈલ સેકટરમાં રોજબરોજ અવનવા વાહનો બજારમાં આવતી રહે છે. આપ ઓટો સેકટરમાં રોજબરોજ થતી નવાજૂનીથી અવગત રહેવા માટે અહીં ક્લિક કરો.