Cheap Car Deal : લોકો વાહન ખરીદતા પહેલા તેના ફિચર (feature) વિશે ખાસ જાણતા હોય છે અને એમાં પણ આજકાલ અકસ્માતોની ઘટના વધી છે. ત્યારે પરિવાર સાથે કારમાં મુસાફરી કરતા લોકો હંમેશા એવું ઇચ્છે છે કે એવું વાહન ખરીદવું જોઈએ કે જે મજબૂત હોય. ત્યારે ઓછા બજેટમાં આવતી TATA Punch ઘણા લોકોની પસંદ હોય છે કારણ કે આ કાર બજેટમાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કાર ક્યાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.
જો તમે TATA Punch કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે TATA Punchના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 6.70 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની પ્રાઇસ 6.97 લાખ રૂપિયા છે. તેથી જો તમે TATA Punchનું બેઝ મોડલ લેવાનું વિચારી રહ્યા છો. તો તમને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.27 હજારનો ફાયદો થશે.
જો તમે રાજસ્થાનમાં રહો છો અને TATA Punch ખરીદવા માંગો છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.27 હજાર સુધીનો ફાયદો થશે. રાજસ્થાનનું ઉદયપુર ગુજરાત બોર્ડરથી નજીક આવેલું હોવાથી તમે સરળતાથી ખરીદી શકો છો.
TATA Punchના બેઝિક મોડલને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.27 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે TATA Punchના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. TATA Punchના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 10.56 લાખ રૂપિયા છે. જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં ટોપ મોડલની પ્રાઇસ 10.98 લાખ રૂપિયા છે. તેથી જો તમે TATA Punchનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તેમાં પણ તમને રૂ.42 હજાર સુધીનો ફાયદો થશે.
બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો