Cheap Car Deal : Tata Harrier કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં મળશે સસ્તી, જાણો ગુજરાતમાં કેટલી છે કિંમત

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમે Tata Harrier કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્ર કરતા સસ્તી મળી રહી છે.

Cheap Car Deal : Tata Harrier કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં મળશે સસ્તી, જાણો ગુજરાતમાં કેટલી છે કિંમત
Tata Harrier
| Edited By: | Updated on: Aug 15, 2023 | 11:18 PM

Cheap Car Deal : કાર (Car) ખરીદવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. લોકો નવી કાર ખરીદવાનું વિચારે છે ત્યારે તેમના મનમાં લાખો સવાલો ઉભા થતા હોય છે. ખાસ કરીને તેના ભાવ સંબંધિત કેટલાક પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Tata Harrier કાર ખરીદવા માગતા હોવ તો તે ક્યાંથી ખરીદવાથી તમને કેટલો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Bike Deal : Honda Activa 6G સ્કૂટર રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમે Tata Harrier કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મહારાષ્ટ્ર કરતા સસ્તી મળી રહી છે. જો આ કાર તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂપિયા 2.18 લાખ સુધીનો ફાયદો થશે.

Tata Harrierના બેઝ મોડલની ગુજરાતમાં કિંમત રૂ.17.12 લાખ છે

જો તમે Tata Harrier કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની કરતા ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Tata Harrierના બેઝ મોડલની ગુજરાતના ભરૂચમાં ઓન રોડ પ્રાઇસ 17.12 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના ધુલેમાં આજ કારની કિંમત 18.34 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Harrierનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.1.22 લાખનો ફાયદો થશે.

Tata Harrier કારની ગુજરાતના ભરૂચમાં ઓન રોડ પ્રાઇસ

Tata Harrier

Tata Harrier કારની મહારાષ્ટ્રના ધુલેમાં ઓન રોડ પ્રાઇસ

Tata Harrier

Tata Harrierના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.2.18 લાખનો ફાયદો

Tata Harrierના બેઝ મોડલને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.1.22 લાખનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Tata Harrierના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Tata Harrier ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના ભરૂચમાં ઓન રોડ પ્રાઇસ 27.17 લાખ રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના ધુલેમાં ટોપ મોડલની પ્રાઇસ 29.35 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Harrierનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો, તે તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં રૂપિયા 2.18 લાખ સસ્તું મળશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:15 pm, Tue, 15 August 23