Cheap Car Deal : Maruti Swift કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Maruti Swift કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાંથી Maruti Swift કાર ખરીદવાથી તમને રુપિયા 39 હજાર સુધીનો ફાયદો થશે. તેમજ રાજસ્થાન ગુજરાત સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Cheap Car Deal : Maruti Swift કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
maruti swift
| Edited By: | Updated on: Sep 07, 2023 | 10:31 PM

Cheap Car Deal : લોકો તહેવારો પર કાર (Car) ખરીદવાનું ખાસ પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે કાર (Car) ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. ઓગસ્ટ 2023માં સૌથી વધુ કોઈ કારનું વેચાણ થયું હોય તો, તે છે Maruti Swift. તેથી જો તમે Maruti Swift કાર ખરીદવા માંગતા હોવ, તો તે રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Bike Deal : TVS Ronin બાઈક મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં છે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Maruti Swift કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાંથી Maruti Swift કાર ખરીદવાથી તમને રુપિયા 39 હજાર સુધીનો ફાયદો થશે. તેમજ રાજસ્થાન ગુજરાત સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Maruti Swiftના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.27 હજારનો ફાયદો

જો તમે Maruti Swift કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Swift (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ 6.69 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ડુંગરપુરમાં આજ કારની કિંમત 6.96 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Swiftનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.27 હજારનો ફાયદો થશે.

Maruti Swiftના બેઝ મોડલની ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ

Maruti Swift

Maruti Swiftના બેઝ મોડલની રાજસ્થાનના ડુંગરપુરમાં ઓન રોડ પ્રાઇસ

Maruti Swift

Maruti Swiftના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો

Maruti Swift (પેટ્રોલ)ના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના ડીસામાં ઓન રોડ પ્રાઇસ 10.02 લાખ રૂપિયા છે. તો રાજસ્થાનના ડુંગરપુરમાં Maruti Swiftનું ટોપ મોડલ 10.41 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Maruti Swiftનું ટોપ મોડલ રાજસ્થાનની જગ્યાએ ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.39 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો