Cheap Car Deal: Honda Elevate કારને રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો, જાણો કેટલી છે કિંમત

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Honda Elevate કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાં Honda Elevate કાર ખરીદવાથી તમને રુપિયા 86 હજાર સુધીનો ફાયદો થશે. Honda Elevateના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 12.29 લાખ રુપિયા છે.

Cheap Car Deal: Honda Elevate કારને રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો, જાણો કેટલી છે કિંમત
Honda Elevate
| Edited By: | Updated on: Sep 12, 2023 | 10:13 PM

Cheap Car Deal : આજકાલ કારની (Car) માંગ ખૂબ વધી ગઈ છે. મધ્યમ વર્ગના લોકો માટે પોતાની કાર લેવી એ એક સપના સમાન હોય છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. કારણ કે આજે તમને જણાવીશું કે તમે તમારા બજેટમાં કાર ક્યાંથી ખરીદશો તો તમને ફાયદો થશે. જો તમે Honda Elevate કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમને રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Hyundai Venue કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Honda Elevate કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાં Honda Elevate કાર ખરીદવાથી તમને રુપિયા 86 હજાર સુધીનો ફાયદો થશે.

Honda Elevateના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.60 હજારનો ફાયદો

જો તમે Honda Elevate કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Honda Elevateના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 12.29 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આ કારની પ્રાઇસ 12.89 લાખ રૂપિયા છે. તેથી જો તમે Honda Elevateનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.60 હજારનો ફાયદો થશે.

Honda Elevateના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ

Honda Elevateના બેઝ મોડલની રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ

Honda Elevateના ટોપ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.86 હજાર સુધીનો ફાયદો

Honda Elevateના ટોપ મોડલની વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ 17.82 લાખ રૂપિયા છે. જ્યારે ગુજરાતના મહેસાણામાં આ જ કારનું ટોપ મોડલ તમને રૂ.18.68 લાખમાં મળી રહ્યું છે. તેથી જો તમે Honda Elevate નું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તે ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂપિયા 86 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:10 pm, Tue, 12 September 23