Cheap Bike Deal: Yamaha R15 બાઈક ગુજરાત કરતાં મધ્યપ્રદેશમાં છે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો

|

Sep 19, 2023 | 11:59 PM

આજે અમે તમને જણાવીશું કે, જો તમે Yamaha R15 બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને ગુજરાત કરતા મધ્યપ્રદેશમાંથી ખરીદવાથી ફાયદો થશે. ગુજરાતની સરખામણીએ મધ્યપ્રદેશમાં આ બાઈક સસ્તું મળી રહ્યું છે.

Cheap Bike Deal: Yamaha R15 બાઈક ગુજરાત કરતાં મધ્યપ્રદેશમાં છે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો
Yamaha R15

Follow us on

Cheap Bike Deal : આજના સમયમાં દરેક વ્યક્તિ માટે બાઈક (Bike) જરૂરીયાત બની ગયું છે. દરેક ઘરમાં તમને ઓછામાં ઓછું એક બાઈક અન્ય કોઈપણ ટુ વ્હીલર તો જોવા મળશે. મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે કઈ જગ્યાએથી ખરીદશો તો તમને ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Maruti Wagon R કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કિંમતમાં કેટલો છે તફાવત

આજે અમે તમને જણાવીશું કે, જો તમે Yamaha R15 બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને ગુજરાત કરતા મધ્યપ્રદેશમાંથી ખરીદવાથી ફાયદો થશે. ગુજરાતની સરખામણીએ મધ્યપ્રદેશમાં આ બાઈક સસ્તું મળી રહ્યું છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ગુજરાતના લોકો માટે આ બાઈક મધ્યપ્રદેશમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Yamaha R15 બાઈકને ગુજરાત કરતાં મધ્યપ્રદેશમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.6 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Yamaha R15બાઈકની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ

Yamaha R15 બાઈકની મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ઓન રોડ પ્રાઇસ

Yamaha R15 બાઈકને મધ્યપ્રદેશમાંથી ખરીદવાથી થશે ફાયદો

Yamaha R15 બાઈક ગુજરાત કરતા મધ્યપ્રદેશમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં Yamaha R15ની ઓન રોડ પ્રાઇસ રૂ.2.05 લાખ છે. તો આ જ બાઈકની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ રૂ.2.11 લાખ છે. તેથી આ બાઈક જો તમે મધ્યપ્રદેશમાંથી ખરીદશો તો તમને 6 હજાર રૂપિયાનો ફાયદો થશે.

આ જ રીતે જો તમે Yamaha R15ના MotoGP અડિશનને ગુજરાત કરતાં મધ્યપ્રદેશમાંથી ખરીદશો તો તમને 3 હજાર રૂપિયાનો ફાયદો થશે. ગુજરાતના વડોદરામાં MotoGP અડિશનની ઓન રોડ પ્રાઈસ 2.28 લાખ છે, તો મધ્યપ્રદેશના અલીરાજપુરમાં આ બાઈક રૂ.2.25 લાખમાં મળી રહ્યું છે. તેથી આ બાઈકને મધ્યપ્રદેશમાંથી ખરીદવું ફાયદાકારક છે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:36 pm, Tue, 19 September 23

Next Article