Cheap Bike Deal : ભારતમાં રોજિંદા ઉપયોગ માટે બાઈક (Bike) તેમજ અન્ય ટુ વ્હીલરનો વધુ ઉપયોગ થાય છે. આજના સમયમાં ટુ વ્હીલર એ ખૂબ જ જરૂરીયાત બની ગઈ છે. દરેક ઘરમાં તમને ઓછામાં ઓછું એક ટુ વ્હીલર તો જોવા મળશે. મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે જો તમે નવું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટની સમસ્યા આવી રહી છે, તો આજે અમે તમને જણાવીશું કે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.
આ પણ વાંચો Cheap Car Deal : Kia Sonet કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
જો તમે Hero HF Deluxe બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Hero HF Deluxe બાઈક ખરીદવા માંગો છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Hero HF Deluxe બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.7 હજાર સસ્તું મળશે.
જો તમે Hero HF Deluxe બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક મહારાષ્ટ્ર ની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના પાલઘરમાં Hero HF Deluxe (Kick Start)ની ઓન રોડ પ્રાઇસ રૂ.77,095 છે. તો આ જ બાઈક ગુજરાતના વલસાડમાં તમને રૂ.69,980માં પડશે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 7,115 રૂપિયાનો ફાયદો થશે.
આ જ રીતે જો તમે Hero HF Deluxeના i3S (Self Start) વેરિયન્ટને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદશો તો તમને 6,855 રૂપિયાનો ફાયદો થશે. કારણ કે ગુજરાતના વલસાડમાં i3S વેરિયન્ટની ઓન રોડ પ્રાઈસ 78,802 છે, તો મહારાષ્ટ્રના પાલઘરમાં તેની કિંમત રૂ.85,657 છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો