Breaking News : ભારતમાં આવી રહી છે Ducati ની દમદાર બાઇક ! બુકિંગ શરૂ, જાણો કેટલી હોઈ શકે છે કિંમત

Ducati DesertX V2 નું ભારતમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. આ બાઇકમાં નવું 890cc V2 એન્જિન મળશે. જે 110.3hp ની પાવર જનરેટ કરશે. તેનું Rally મોડલ વધુ સારી સસ્પેન્શન સિસ્ટમ અને ખાસ ઑફ-રોડિંગ ફીચર્સ સાથે આવશે.

Breaking News : ભારતમાં આવી રહી છે Ducati ની દમદાર બાઇક ! બુકિંગ શરૂ, જાણો કેટલી હોઈ શકે છે કિંમત
Ducati Desertx V2
Image Credit source: Google
| Updated on: Nov 08, 2026 | 1:05 PM

Ducati એ ભારતીય બજારમાં પોતાની નવી એડવેન્ચર બાઇક DesertX V2 નું બુકિંગ શરૂ કરી દીધું છે. કંપનીએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી છે. જોકે, હજુ સુધી બાઇકની લોન્ચિંગ તારીખ અને સત્તાવાર કિંમત જાહેર કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક અઠવાડિયામાં આ બાઇક ભારતીય શોરૂમમાં પહોંચી શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત આશરે ₹19થી 20 લાખની વચ્ચે રહેવાનો અંદાજ છે.

નવા 890cc V2 એન્જિન સાથે આવશે DesertX V2

નવી Ducati DesertX V2માં 890ccનું 90-ડિગ્રી V2 એન્જિન આપવામાં આવશે. તેની સાથે મોનોકોક ફ્રેમ પણ મળશે. આ નવું એન્જિન જૂના મોડલના 937cc લિક્વિડ-કૂલ્ડ Testastretta 11-ડિગ્રી એન્જિનનું સ્થાન લેશે. નવા એન્જિનને ખાસ કરીને વધુ સારી ઑફ-રોડ પરફોર્મન્સ અને લાંબા સર્વિસ ઇન્ટરવલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. પરફોર્મન્સની વાત કરીએ તો આ એન્જિન 9,000rpm પર 110.3hpની મહત્તમ પાવર અને 7,000rpm પર 92Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવશે.

DesertX Rally માં મળશે વધુ દમદાર સસ્પેન્શન

સ્ટાન્ડર્ડ મોડલ ઉપરાંત કંપની DesertX Rally વેરિઅન્ટ પણ રજૂ કરશે. આ વેરિઅન્ટ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેઓ મુશ્કેલ રસ્તાઓ અને ઑફ-રોડિંગ પર બાઇક ચલાવવાનું પસંદ કરે છે. આ વેરિઅન્ટમાં 48mmનો સંપૂર્ણપણે એડજસ્ટ કરી શકાય તેવો KYB ફ્રન્ટ ફોર્ક આપવામાં આવ્યો છે. તેમાં ક્લોઝ્ડ-કાર્ટ્રિજ ડિઝાઇનની સાથે Kashima અને DLC કોટિંગ પણ મળશે. તેના ફ્રન્ટ વ્હીલની સસ્પેન્શન ટ્રાવેલ 231mmથી વધારીને 249mm કરવામાં આવી છે. જ્યારે તેની સીટની ઊંચાઈ 878mm છે.

ખરાબ રસ્તાઓ માટે ખાસ વ્હીલ્સ

DesertX V2 Rally માં હળવા વજનવાળા Excel Takasago સેન્ટર-સ્પોક ટ્યૂબલેસ રિમ આપવામાં આવ્યા છે. ઑફ-રોડિંગ દરમિયાન વધુ મજબૂતી મળે તે હેતુથી આ રિમ તૈયાર કરવામાં આવ્યા છે. તેના પાછળના વ્હીલમાં 36 સ્પોક આપવામાં આવ્યા છે અને તેનો રિમ સ્ટાન્ડર્ડ મોડલ કરતાં વધુ પાતળો છે. આનાથી ખરાબ રસ્તાઓ અને ટ્રેલ્સ પર બાઇક ચલાવવામાં મદદ મળી શકે છે. Rally વેરિઅન્ટમાં પણ મોનોકોક ફ્રેમ આપવામાં આવી છે. બાઇકનું ફ્યુઅલ વગરનું વજન 209 કિલોગ્રામ છે.

મળશે અનેક એડવાન્સ ફીચર્સ

નવી DesertX V2માં 5 ઇંચની TFT ડિસ્પ્લે અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળશે. આ ઉપરાંત તેમાં રાઇડિંગ મોડ, પાવર મોડ, કોર્નરિંગ ABS, ટ્રેક્શન કંટ્રોલ, વ્હીલી કંટ્રોલ અને એન્જિન બ્રેક કંટ્રોલ જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. બાઇકમાં બાઇ-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટર પણ મળશે. તેની મદદથી રાઇડર ક્લચ દબાવ્યા વગર ગિયર ઉપર અને નીચે બદલી શકશે. હવે ભારતીય બાઇકપ્રેમીઓને આ દમદાર એડવેન્ચર બાઇકની લોન્ચિંગ તારીખ અને સત્તાવાર કિંમતની જાહેરાતની રાહ છે.

આ પણ વાંચો, Car Battery Dying Tips : કારની બેટરી વારંવાર થઈ રહી છે ડાઉન? આ 4 ટિપ્સ આવશે કામ!

 

Follow Us
Loading...
Unable to load recommendations.