
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાજેતરમાં ‘ભારત ટેક્સી’ કો-ઓપરેટિવ મોડલ રજૂ કર્યું છે. આ મોડલનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઈવરોને માત્ર મજૂર મટાડીને ઉદ્યોગસાહસિક (Entrepreneur) બનાવવાનો છે. આ સ્કીમ હેઠળ ડ્રાઈવર અને મહિલા ડ્રાઈવરો (સારથી દીદી) કંપનીના નફામાં ભાગીદાર બની શકશે.
અમિત શાહે જણાવ્યું કે દેશની પાંચ મોટી સહકારી સંસ્થાઓને સાથે લાવીને ‘ભારત ટેક્સી’ બનાવવામાં આવી છે. કોઈપણ ડ્રાઈવર જે આ પ્લેટફોર્મ સાથે જોડાવા માંગે છે, તે માત્ર ₹500ના શેર ખરીદીને કંપનીનો માલિક બની શકે છે. એટલું જ નહીં, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ ડ્રાઈવરો માટે બેઠકો અનામત રાખવામાં આવશે, જેથી તેઓ પોતે જ પોતાના હિતોનું રક્ષણ કરી શકે.
ભારત ટેક્સીમાં કમાણીની વહેંચણી માટે ખાસ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે:
આ યોજનામાં મહિલા ડ્રાઈવરો માટે ‘સારથી દીદી’ કોન્સેપ્ટ રજૂ કરાયો છે. એપમાં એવી સુવિધા હશે કે જો કોઈ એકલી મહિલા મુસાફરી કરી રહી હોય, તો તે પ્રાથમિકતાના ધોરણે ‘સારથી દીદી’ની ટેક્સી બુક કરી શકશે. આનાથી મહિલા ડ્રાઈવરો આત્મનિર્ભર બનશે અને મુસાફરોની સુરક્ષા પણ વધશે.
આગામી 3 વર્ષમાં ભારતની દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી ભારત ટેક્સીની સેવાઓ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.