ભારતીય મોટરસાઇકલ માર્કેટમાં એક નવું બાઈક આવવાનું છે. અગ્રણી ટુ-વ્હીલર કંપની બજાજ ઓટો નવું પલ્સર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ બજાજ N125નું નવું મોડલ હોઈ શકે છે, કારણ કે N સિરીઝ ઘણી હિટ સાબિત થઈ છે. આ બાઈક 16 ઓક્ટોબર 2024ના રોજ લોન્ચ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ N રેન્જની સૌથી સસ્તી પલ્સર બાઇક હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બજાજ જે નવું બાઈક લોન્ચ કરવા જઈ રહી છે તે નવું પલ્સર N125 હોઈ શકે છે. તે 16મી ઓક્ટોબરે માર્કેટમાં લોન્ચ થવાની શક્યતા છે. જો કે, બજાજે આ બાઇક વિશે મૌન જાળવી રાખ્યું છે અને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. હવે જોવાનું એ રહેશે કે આ બાઇકમાં શું ખાસ જોવા મળશે.
બજાજ ઓટો નવી પલ્સરને ‘ફન, ઈજીઈલ અને અર્બન’ તરીકે રજૂ કરશે. જે સૂચવે છે કે નવું બાઇકની ક્ષમતા ઓછી હોઈ શકે છે. તેથી એવી ચર્ચા છે કે આ Bajaj N125નું નવું મોડલ હોઈ શકે છે. કંપની પહેલાથી જ પલ્સર N160 અને N250 બાઇકનું વેચાણ કરી રહી છે અને બંને કોમ્યુટર ફ્રેન્ડલી બાઇક છે.
બજાજ પલ્સર N125નું નવું મોડલ મોટા પલ્સર N મોડલ જેવી જ સ્ટાઇલ સાથે એન્ટ્રી કરી શકે છે. તેમાં LED DRL સાથે પ્રોજેક્ટર લેન્સ હેડલેમ્પ, ટ્વિન-સ્પોક એલોય વ્હીલ્સ જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત નવી બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે તદ્દન નવું ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ આપવામાં આવી શકે છે.
બજાજ સ્પ્લિટ સીટ અને ગ્રેબ રેલ્સ, એલઈડી ટેલલાઈટ જેવી સુવિધાઓ સાથે બજારમાં નવું પલ્સર લોન્ચ કરી શકે છે. તે 125cc સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે. પાવર ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવશે. આ બાઇક સ્પોર્ટ કોમ્બી-બ્રેકિંગ સાથે ઓફર કરી શકાય છે, જેમાં સિંગલ ચેનલ ABS છે. બજાજે સત્તાવાર લોન્ચ તારીખની જાહેરાત કરી નથી.