જો તમે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો(Costly Petrol and Diesel)થી પરેશાન છો તો ઇલેક્ટ્રિક વ્હિકલ (Electric Vehicle)તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે. EV નો ખર્ચ પેટ્રોલ અને ડીઝલ કરતાં ઘણો ઓછો છે વધુમાં તેનાથી પર્યાવરણને જે પણ ફાયદો થાય છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની તુલનામાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સૌથી મોટી સમસ્યા તેની ઊંચી કિંમત છે. પરંપરાગત કાર કરતાં ઇલેક્ટ્રિક વાહનો મોંઘા છે. ભલે સમય જતાં ખર્ચ ઉમેરવામાં આવે ત્યારે થોડાં વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તા થઈ જાય છે પરંતુ તેમની પ્રારંભિક કિંમત વધુ હોય છે. તેથી જો તમે પણ ઊંચી કિંમતને કારણે ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું ટાળી રહ્યા છો તો પછી એક નજર કરો ઈલેક્ટ્રિક વાહનો માટે ઑફર સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) દ્વારા આપવામાં આવી રહેલી ઓફર પર કરવી જોઈએ છે જ્યાં તમારી EMI ઓછી હશે સાથે જ કાર ચલાવવાનો ખર્ચ પણ ઓછો હશે જેથી દરેક મોરચે તમને ફાયદો થશે.
SBI ની ગ્રીન કાર લોન(Green Car Loan) એ ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદનારા ગ્રાહકો માટે એક નફાનો સોદો છે. આમાં બેંક સામાન્ય કાર લોન(Car Loan) ના વ્યાજ દર કરતાં 20 બેસિસ પોઈન્ટ એટલે કે 0.20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. બેંક પ્રોસેસિંગ ફી પર સંપૂર્ણ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જો તમે EMI ઘટાડવા માંગો છો તો બેંક મહત્તમ 8 વર્ષની અવધિ માટે લોન ઓફર કરી રહી છે જે તમારા પર EMI બોજ ઘટાડશે. જો તમે લોન ઝડપથી ચૂકવવા માંગતા હોય તો તમે 3 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે લોન પસંદ કરી શકો છો. બીજી તરફ જો તમે મોંઘી કાર પર ડાઉન પેમેન્ટને લઈને ટેન્શન લઈ રહ્યા છો તો બેંક અમુક મોડલ પર 100% લોન ઓફર કરી રહી છે. બીજી તરફ અન્ય કાર પર કિંમતના 90 ટકા જેટલી લોન મળી રહી છે.
21 થી 67 વર્ષની વય ધરાવતા લોકો લોન મેળવી શકે છે. SBI આ લોન સરકારી કર્મચારીઓ, સેના અને સુરક્ષા દળોના કર્મચારીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, પેઢીઓ અને કૃષિ ક્ષેત્રે કામ કરતા લોકોને આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર સરકારી કર્મચારીઓ અને સૈન્ય દળોના કર્મચારીઓ કે જેમની વાર્ષિક આવક રૂ. 3 લાખથી વધુ છે અને તેમના પોતાના અથવા સહ-અરજદારો આ ઓફરનો લાભ લઈ શકે છે અને આ શ્રેણીમાં માસિક આવકના 48 ગણા સુધીની લોન મેળવી શકે છે. ઉદ્યોગપતિઓ તેમની વાર્ષિક કુલ કરપાત્ર આવક અથવા નફાના મહત્તમ 4 ગણા સુધીની લોન મેળવી શકે છે. જેઓ કૃષિ અથવા સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરે છે તેઓ તેમની વાર્ષિક આવકના 3 ગણા સુધીની લોન મેળવી શકે છે.
આ પણ વાંચો : Rakesh Jhunjhunwalaના પોર્ટફોલિયોના આ 5 શેર બમ્પર કમાણી કરાવી રહ્યા છે, શું છે તમારી પાસે આ સ્ટોક્સ?