
જે લોકો ક્લાસિક લુક સાથે વજનમાં અન્ય બાઈકના પ્રમાણમા હલકી અને ચલાવવામાં સરળ બાઇક ઇચ્છે છે તેમના માટે Honda CB350C એક ઉત્તમ પસંદગી છે. તેમાં 348.36ccનું એન્જિન, LED લાઇટિંગ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીની સુવિધા છે. જો કે તેની કિંમત રૂ. 1.88 લાખથી શરૂ થાય છે

લાંબા અંતરની મુસાફરી (ટૂરિંગ)ના શોખીનો માટે Bajaj Dominar 400 એક ઉત્તમ વિકલ્પ છે. તે 40hp પાવર, 6-સ્પીડ ગિયરબોક્સ અને ટૂરિંગ માટે અનુકૂળ વિવિધ એક્સેસરીઝ પ્રદાન કરે છે. તેની કિંમત: રૂ. 2.03 લાખથી શરૂ થાય છે.

Royal Enfield Hunter 350ને શહેરની સવારી માટે ઉત્તમ બાઇક માનવામાં આવે છે. તેનું વજન 181 કિગ્રા છે અને સીટની ઊંચાઈ 790mm છે. તેમાં 349ccનું એન્જિન છે જે 20hp પાવર અને 27Nm ટોર્ક આપે છે. કિંમત રૂ. 1.38 લાખથી શરૂ થાય છે.

Royal Enfield Hunter 350ને શહેરની સવારી માટે ઉત્તમ બાઇક માનવામાં આવે છે. તેનું વજન 181 કિગ્રા છે અને સીટની ઊંચાઈ 790mm છે. તેમાં 349ccનું એન્જિન છે જે 20hp પાવર અને 27Nm ટોર્ક આપે છે. આ બાઈકની કિંમત રૂ. 1.38 લાખથી શરૂ થાય છે

બજાજ પલ્સર NS400Z આ યાદીની સૌથી શક્તિશાળી બાઇક્સમાં સામેલ છે. તેમાં 40.6hpની પાવર ક્ષમતા છે. આ બાઇકમાં ચાર રાઇડિંગ મોડ્સ અને બ્લૂટૂથ કનેક્ટેડ ડિસ્પ્લે જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઈકની કિંમત રૂ. 1.80 લાખથી શરૂ થાય છે.

જો કે, રોયલ એનફિલ્ડ બાઈક લવર્સને ધ્યાને લઈને ભારતીય બાઇક માર્કેટમાં અવનવી બાઈક લોન્ચ કરે છે. Goan Classic 350ના મોડલમાં પણ 350cc બાઈકે ધૂમ મચાવી હોવાના અહેવાલ છે.