હવે ગુજરાતની વેપારી પ્રજા 24*7 કલાક કરી શકશે વેપાર તો ખરીદનાર માટે પણ ન હશે કોઈ સમયનું બંધન, રાજ્ય સરકારે દિલ ખોલીને કરી જાહેરાત

હવે ગુજરાતની વેપારી પ્રજા 24*7 કલાક કરી શકશે વેપાર તો ખરીદનાર માટે પણ ન હશે કોઈ સમયનું બંધન, રાજ્ય સરકારે દિલ ખોલીને કરી જાહેરાત

ગુજરાતી વેપારી પ્રજા માટે રાજ્ય સરકારે દીવાળી પહેલાં જ દીવાળી જેવો માહોલ આપી દીધો છે. આજે રાજ્ય કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી કે, હવેથી રાજ્યમાં તમામ રિટેલ દુકાનો 24 કલાક સુધી ખુલ્લી રાખી પોતાનો વેપાર કરી શકશે. રાજ્યમાં ધંધાની સાથે રોજગારીની તકો વધારવા માટે  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું […]

Parth_Solanki

|

Feb 06, 2019 | 12:09 PM

ગુજરાતી વેપારી પ્રજા માટે રાજ્ય સરકારે દીવાળી પહેલાં જ દીવાળી જેવો માહોલ આપી દીધો છે. આજે રાજ્ય કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી કે, હવેથી રાજ્યમાં તમામ રિટેલ દુકાનો 24 કલાક સુધી ખુલ્લી રાખી પોતાનો વેપાર કરી શકશે.

રાજ્યમાં ધંધાની સાથે રોજગારીની તકો વધારવા માટે  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં રિટેલ બજાર હવેથી 24 કલાક ખુલ્લા રાખી શકાશે. તે માટે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો પણ કર્યો છે. આ અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં સરકાર બહાર પાડશે.

કાયદામાં થશે ફેરફાર

 શ્રમ રોજગાર વિભાગના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને કેબિનેટમાં મંજૂરી મળી ગઇ છે. આ માટે બિન જરૂરી 1948ના કાયદાની જોગવાઇ દૂર કરવામાં આવી છે. નીતિન પટેેલે કહ્યું કે, ‘IS OF DOING’ પર ભાર મુકવામાં આવ્યો છે.

રાજ્યમાં અંદાજે 7 લાખ જેટલા દુકાનદારો નોંધાયેલા છે. તેમને ફરજિયાત દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું. પરંતુ આ બિલને લાવવાનો નિર્ણય લેવાતા વેપારીઓને  રિન્યૂ કરાવવામાંથી મુક્તિ મળશે.  એટલું જ નહીં નવા વેપારીએ હવે ખાલી એક જ વાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

મહિલા માટે પણ લાભ 

એટલું જ નહીં સરકારે મહિલા કર્મીઓને સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી નોકરી પર રાખી શકાશે. જે કંપની કે શોપમાં 30થી વધુ મહિલા કર્મચારી હોય તે શોપમાં ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી પડશે.  100થી વધુ કર્મચારી હોય ત્યાં કેન્ટીનની વ્યવસ્થાની જોગવાઈ પણ આ કાયદામાં મૂક્વામાં આવી છે. આ સાથે જ ઓવરટાઈમ કરનાર કર્મચારીને ડબલ પગારની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ખેડૂતોને પણ મળશે લાભ 

બીજી તરફ ખેડૂતોને માટે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે,ખેડૂતો માટે કેન્દ્રએ રાજ્યને સહાય કરી છે. 51 તાલુકાના ખેડૂતોને 1176 કરોડની સહાય કરવામાં આવી છે. ત્યાં જ 45 તાલુકાના ખેડૂતોને 862 કરોડની સહાય આપવામાં આવી છે. આ અંતર્ગત કુલ 22 લાખ ખેડૂતો લાભાર્થી છે. આ માટે 10.37 લાખ ખેડૂતોને 1.10 લાખ કરોડની સહાય ચૂકવાઈ ગઇ છે.

[yop_poll id=1145]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati