‘ખામીઓ વિશે ફરિયાદ ન કરો, તેને તમારી સૌથી મોટી તાકાત બનાવો’ વાંચો આ પ્રેરણાદાયક વાર્તા

|

Feb 15, 2021 | 10:36 PM

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ પોતાની મહેનતથી બધું શીખી શકે છે. આજે અમે તમને એક 10 વર્ષીય બાળકની વાર્તા જણાવી રહ્યા છીએ જે જુડો શીખવા માંગતો હતો.

ખામીઓ વિશે ફરિયાદ ન કરો, તેને તમારી સૌથી મોટી તાકાત બનાવો વાંચો આ પ્રેરણાદાયક વાર્તા
ફાઇલ ફોટો

Follow us on

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ પોતાની મહેનતથી બધું શીખી શકે છે. આજે અમે તમને એક 10 વર્ષીય બાળકની વાર્તા જણાવી રહ્યા છીએ જે જુડો શીખવા માંગતો હતો. તે જુડો શીખવા માટે જાપાની માસ્ટર પાસે જાય છે. છોકરાએ માસ્ટરને પૂછ્યું કે શું તમે મને જુડો શિખવાડશો? આ સાંભળીને માસ્ટરે છોકરાને જોયો અને તેનો એક હાથ ન હતો. જ્યારે માસ્ટરે તેને પૂછ્યું કે તમારી સાથે શું થયું છે. છોકરાએ કહ્યું કે કાર અકસ્માતમાં મારો ડાબો હાથ ગુમાવી બેઠો છું. માસ્ટરે કહ્યું ઠીક છે, હું તને જૂડો શિખવાડીશ. છોકરાએ સખત મહેનતથી જુડો શીખવાનું શરૂ કર્યું. તેને જૂડો શીખતા 3 મહિના વીતી ગયા.

 

આ સમય દરમિયાન છોકરાએ એક જ ચાલ (Move) શીખી. તે માસ્ટર પાસેથી વધુ શીખવા માંગતો હતો, તેથી તે એક દિવસ માસ્ટર પાસે ગયો અને કહ્યું કે તમે મને ફક્ત એક ચાલ શીખવાડી છે પણ હું હજી વધુ શીખવા માંગુ છું. માસ્ટરે કહ્યું કે તમારે ફક્ત એક ચાલ જાણવાની જરૂર છે. છોકરાને તેના માસ્ટર પર વિશ્વાસ હતો અને તેણે મનથી જુડો શીખવાનું ચાલુ રાખ્યું. થોડા મહિના પછી, માસ્ટર બાળકને એક સ્પર્ધામાં લઈ ગયો. છોકરાએ પહેલી મેચ જીતી લીધી. બીજી મેચમાં પણ જીત મેળવી. પછી ત્રીજી મેચમાં તેના તમામ દાવાઓ મજબૂત હરીફ સામે નબળા સાબિત થયા અને અંતે તે જ ચાલ રમ્યો જે તેના માસ્ટરએ શીખવાડી હતી. આ ચાલ જોઈને સામેવાળા છોકરાએ હાર સ્વીકારી લીધી. આ જોઈને છોકરાને આશ્ચર્ય થયું પણ તે બહુ ખુશ થઈ ગયો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

તેના આત્મવિશ્વાસમાં વધારો થયો પછી છોકરો છેલ્લી મેચ (Final Round)માં પહોંચ્યો અને તેનો મુકાબલો પરિપક્વ ખિલાડી સામે થયો. આમાં સ્પર્ધક તેના પર ભારે પડ્યો. મેચ એટલી રસાકશી ભરેલી હતી કે રેફરીને એક ક્ષણ માટે એવું લાગ્યું કે છોકરાને કોઈ ગંભીર ઈજા પહોંચશે. આવી સ્થિતિમાં રેફરીએ ટાઈમ આઉટનો સંકેત આપ્યો, પરંતુ માસ્ટરે રેફરીને લડત ચાલુ રાખવા વિનંતી કરી. આ સમય દરમિયાન સ્પર્ધકે ભૂલ કરી અને છોકરાએ ત્યાં એ જ દાવ રમ્યો જે તેના માસ્ટરે શિખવડ્યો હતો અને પરિણામ આવ્યું છોકરો જીતી ગયો.

 

સ્પર્ધા જીત્યા પછી છોકરો અને તેના માસ્ટર આખા રસ્તે એક જ ચાલ વિશે વાત કરતાં રહ્યા. છોકરાએ માસ્ટરને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર કે હું બસ આ એક ચાલ (Move)થી આ સ્પર્ધા જીતી જઈશ. આનો જવાબ આપતાં માસ્તરે કહ્યું કે તને જુડોની સૌથી મુશ્કેલ ચાલ ખબર હતી, બીજું આ ચાલથી બચવા માટે એકમાત્ર રસ્તો હતો કે સ્પર્ધક તમારો ડાબો હાથ પકડી લે, પરંતુ છોકરાની શારીરિક નબળાઈને કારણે આવું થઈ શક્યું નહીં. જીવનમાં જીતવા માટે જરૂરી નથી કે તમે સંપૂર્ણ રીતે સક્ષમ હોવ. એટલે જ હંમેશા તમારી ભૂલ, ખામીઓથી તમારે શીખવું જોઈએ. સુધારેલી ભૂલો ક્યારેય વ્યર્થ જતી નથી.

 

 

Next Article