સુરત મહાનગરપાલિકાની ખાડે ગયેલી પ્રિ-મોન્સૂનની કામગીરીનો કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, જુઓ VIDEO

સુરત: બળદેવ સુથાર  વરસાદના કારણે સુરત મહાનગરપાલિકાની ખાડે ગયેલી પ્રિ-મોન્સૂનની કામગીરીનો સુરત કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કતારગામ દરવાજા વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા રસ્તામાં ખાડા પૂરો અને વૃક્ષોરોપન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આશરે 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. વરસાદના કારણે સુરત શહેરના રસ્તાઓ ખદબદતા જોવા મળી રહ્યા […]

સુરત મહાનગરપાલિકાની ખાડે ગયેલી પ્રિ-મોન્સૂનની કામગીરીનો કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, જુઓ VIDEO
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:06 PM

સુરત: બળદેવ સુથાર 

વરસાદના કારણે સુરત મહાનગરપાલિકાની ખાડે ગયેલી પ્રિ-મોન્સૂનની કામગીરીનો સુરત કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કતારગામ દરવાજા વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા રસ્તામાં ખાડા પૂરો અને વૃક્ષોરોપન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આશરે 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. વરસાદના કારણે સુરત શહેરના રસ્તાઓ ખદબદતા જોવા મળી રહ્યા છે. ભલે તંત્રએ દાવો કર્યો હોય કે સાત દિવસમાં શહેરના રસ્તાઓનું સમારકામ તાકીદે પૂર્ણ કરી દેવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે આ વચ્ચે વાહનચાલકોને પડતી હાલાકી સામે શહેર કોંગ્રેસ દ્વારા મનપાની પ્રી-મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉભા કરવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ રસ્તાના ખાડો પૂરો અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસીઓએ કતારગામ દરવાજા વિસ્તારમાં ઉબડખાબડ રસ્તાઓમાં પુરાણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ખાડા પડેલા રસ્તાઓમાં વૃક્ષારોપણ કરી તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યકત કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:58 pm, Thu, 3 September 20