સુરતના 54 વિદ્યાર્થીઓ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં, શાળા સંચાલકોના કારણે બાળકોનું ભાવિ બગડ્યું

|

Mar 07, 2019 | 2:45 AM

સુરતના ધોરણ-10 અને 12 બોર્ડમાં અભ્યાસ કરતાં 54 બાળકો સાથે મોટી રમત રમાઈ ગઇ છે. શિક્ષણ બોર્ડની માન્યતા વગર ચાલી રહેલી સુરતની રાંદેર વિસ્તારની પ્રભાત તારા શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ રગદોળાઇ ગયું છે. ગુરુવારથી શરૂ થતી બોર્ડ પરીક્ષાની હોલટિકિટ ન મળતા વિદ્યાર્થીઓની આંખો અશ્રુભીની થઇ ગઇ છે. આ તરફ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ હાઇકોર્ટનો આદેશ […]

સુરતના 54 વિદ્યાર્થીઓ આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં, શાળા સંચાલકોના કારણે બાળકોનું ભાવિ બગડ્યું

Follow us on

સુરતના ધોરણ-10 અને 12 બોર્ડમાં અભ્યાસ કરતાં 54 બાળકો સાથે મોટી રમત રમાઈ ગઇ છે. શિક્ષણ બોર્ડની માન્યતા વગર ચાલી રહેલી સુરતની રાંદેર વિસ્તારની પ્રભાત તારા શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ રગદોળાઇ ગયું છે. ગુરુવારથી શરૂ થતી બોર્ડ પરીક્ષાની હોલટિકિટ ન મળતા વિદ્યાર્થીઓની આંખો અશ્રુભીની થઇ ગઇ છે.

આ તરફ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ હાઇકોર્ટનો આદેશ સામે કરી બાળકોને નિરાશ કર્યા છે. અને જણાવ્યું કે આ મામલે કોર્ટનો હુકમ માન્ય રાખવો પડશે. જેથી બાળકો પરીક્ષામાં બેસી શકશે નહીં.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

પરીક્ષાની વચ્ચે વિદ્યાર્થીઓ હોલ ટિકિટ મેળવવા માટે મોડીરાતે પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર બેસી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું, જ્યા સુધી તેમને હોલ ટિકિટ નહીં મળે તેઓ ઘરે નહીં જાય. જોકે વિદ્યાર્થી અને વાલીઓના રોષને જોતા વધારાની પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ વિદ્યાર્થીઓએ આજે બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવાની હતી પરંતુ તેમણે આજે હોલ ટિકિટ માટે પણ ફાફા મારવા પડી રહ્યા છે. કેમ કે શિક્ષણ બોર્ડે પણ આ મામલે હાથ અદ્ધર કરી લીધા છે.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇકના વાયુસેનાએ સેટેલાઇટ તસવીરો અને સેન્સર ડેટાના માધ્યમથી એકત્ર કર્યા ઠોસ પુરાવા

નોંધનીય છે કે, સુરતના રાંદેરમાં ચાલતી પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાની બોર્ડની માન્યતા 2016માં રદ થઇ ગઇ હોવા છતાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને બેરોકટોક પ્રવેશ આપતી હતી. સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટના હુકમ બાદ સફાળે જાગેલા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુએ રાંદેર પોલીસ મથકમાં મા દુર્ગા ટ્રસ્ટના સંચાલકો અને પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાના આચાર્ય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પોતાના આર્થિક લાભ, મોભા માટે સગીર વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપીને વિદ્યાર્થી અને વાલીઓ સાથે છેતરપિંડી કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાનો ઉલ્લેખ કરાયો છે.

TV9 Gujarati

 

જોકે, હવે શિક્ષણાધિકારીની ફરિયાદ અને બેજવાબદાર સંચાલકો વચ્ચે ધોરણ-10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો મરો થઇ ગયો છે. શાળામાં ધોરણ-10માં 34 અને ધોરણ-12માં ભણતા 20 વિદ્યાર્થીઓને ગુરુવારથી શરૃ થતી બોર્ડ પરીક્ષાની હોલટિકિટ મળી ન હતી. જે પછી શિક્ષણ મંત્રી ચુડાસમાંએ વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવી જાહેરાત કરતાં મોટી નિરાશા હાથી લાગી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article