સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી

|

Mar 02, 2022 | 6:52 PM

આ બ્રાન્ડે તાજેતરમાં જ પુરૂષોના કુર્તાની એક નવી લાઇન લોન્ચ કરી છે અને ટૂંક સમયમાં તે મહિલાઓના કુર્તાઓની લાઇનમાં પણ પ્રવેશ કરી રહી છે. આ ઉપરાંત, લાઉન્જવેર, હોમ ડેકોર, હેન્ડબેગ્સ, જ્વેલરી વગેરેમાં પણ સુતા અત્યારે સારું વેચાણ કરી રહી છે. સુતાની મુખ્ય ઓળખ તેની હાથ વણાટની કોટનની સાડીઓ છે.

સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી
Sujata and Taniya Biswas

Follow us on

સુતા (Suta)ની મુખ્ય ઓળખ તેની હાથ વણાટની કોટનની સાડીઓ છે. કાપડ અને વસ્ત્રોની દુનિયામાં કોઈપણ પ્રકારના બેકગ્રાઉન્ડ વગર સુજાતા અને તાનિયા બિસ્વાસ- (Sujata & Tanya Bisvas) આ બંને બહેનોએ તેમની બેન્કની નોકરી છોડી દીધી અને ‘સુતા’ બ્રાન્ડ બનાવી, જે આજે 16,000થી વધુ કારીગરોને સશક્ત કરી રહ્યું છે અને સુંદર કોટનની સાડીઓ બનાવે છે. માત્ર રૂપિયા 3 લાખથી શરૂ થયેલી આ બ્રાન્ડ આજે 50 કરોડ રૂપિયા કરતાં પણ વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવે છે. સુતા ખરા અર્થમાં મહિલાઓ માટે એક આદર્શ સ્થાપિત કરી રહી છે.

સુજાતા અને તાનિયા બિસ્વાસે ગત તા. 1 એપ્રિલ 2016ના રોજ તેમની બેન્કિંગ કારકિર્દી છોડી દીધી અને ‘સુતા’ (અંગ્રેજીમાં ‘થ્રેડ’) નામની બ્રાન્ડ બનાવવા માટે 24/7 કામ કર્યું. આ બ્રાન્ડનો મુખ્ય ઉદ્દેશ કોટનની સાડી બનાવતા સમુદાયો અને કાપડના કારીગરોનું જીવન બદલવાનો અને તેમની પ્રોડક્ટસ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવાનો છે. સુતા તેની પરંપરાગત છાપણી અને જમદાની વણાટ, મુલમુલ, મલ્કેશ, બનારસી સહિતની વિવિધ પ્રકારની સુતરાઉ સાડીઓની ઉત્કૃષ્ટ ગુણવતા માટે જાણીતી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Woman working with Suta

સુજાતા કહે છે કે, “અમારી બ્રાંડ ભારતની વિવિધ પરંપરાઓમાંથી તેમની સુતરાઉ સાડીઓની શ્રેણી માટે જાણીતી છે, રેશમ અને કોટન કાપડ પર અમે હેન્ડ બાટિક, બ્લોક પ્રિન્ટિંગ, ભરતકામ, વગેરે તકનીકોનો ઉપયોગ કરીએ છીએ. અમારી સાથે અત્યારે 16,000થી વધુ કારીગરો કામ કરી રહ્યા છે. માત્ર 6 વર્ષની અંદર જ અમારી બ્રાન્ડ વેલ્યૂ રૂપિયા 50 કરોડ સુધી પહોંચી છે, અને હાલમાં 150થી વધુ લોકો 24/7 કામ કરે છે.”

તાનિયા કહે છે કે, “સુતા એ આપણા ભારતની કિંમતી હસ્તકલા અને વણાટના વારસાને આધુનિક સમયમાં સ્થાન મળે તેના માટે શરૂ કરાયેલું સ્ટાર્ટઅપ છે.”

આ બ્રાન્ડે તાજેતરમાં જ પુરૂષોના કુર્તાની એક નવી લાઇન લોન્ચ કરી છે અને ટૂંક સમયમાં તે મહિલાઓના કુર્તાઓની લાઇનમાં પણ પ્રવેશ કરી રહી છે. આ ઉપરાંત, લાઉન્જવેર, હોમ ડેકોર, હેન્ડબેગ્સ, જ્વેલરી વગેરેમાં પણ સુતા અત્યારે સારું વેચાણ કરી રહી છે.

 

During Covid-19

સુજાતા આગળ જણાવે છે કે, “મારી એન્જિનિયરિંગ અને MBAની ડિગ્રી મેળવ્યા પછી, મેં બ્રાન્ડિંગ અને સ્ટીલ ઉદ્યોગમાં કામ કર્યું, જેના પગલે મેં ઈ-કોમર્સ બિઝનેસનો અભ્યાસ કરવા IIT-Bombay ખાતે PhD માટે અરજી કરી. આ જ સમય હતો જ્યારે મેં અને તાનિયાએ અમારું આ સ્ટાર્ટઅપ શરૂ કરવા વિશે વિચારવાનું શરૂ કર્યું,”

આગામી 2 વર્ષ સુધી, તેઓ ભારતના વિવિધ ખૂણાઓમાંથી યોગ્ય કાપડ અને કુશળ વણકરોની શોધમાં હતા. કુશળ વણકરોની તેમની શોધ તેમને પશ્ચિમ બંગાળના દૂરના ખૂણે સુધી લઈ ગઈ, જ્યાં હાલમાં તેમની બે ફેક્ટરીઓ છે. આ ઉપરાંત, નાદિયા જિલ્લામાં શાંતિપુર અને ધનિયાખલી; મધ્ય પ્રદેશ, મેઘાલય, વારાણસી ઓડિશામાં મણિયાબંધ, અને ગુજરાતમાં કચ્છ જિલ્લો વગેરે જગ્યાઓએ તેમની ફેકરી આજે કાર્યરત છે.

તાનિયા જણાવે છે કે, ”સમગ્ર ભારતના વિવિધ ગામડામાં ફરવાથી અમારો સાડી પ્રત્યેનો પ્રેમ ખૂબ વધ્યો. અમે કારીગરોને શરૂઆતમાં કામ કરવા માટે કોઈ ડિઝાઇન પણ આપી ન હતી. આ સાદી એક રંગની સાડીઓ હતી જે અમે જાતે બનાવતા હતા. અમે આ સાડીઓ રૂ. 1,250માં વેચવાનું શરૂ કર્યું. અમે આ બધું જાતે કર્યું અને ત્યારે કોઈ કર્મચારી ન હતા. જ્યારે અમે 2016માં અમારી નોકરી છોડી દીધી, ત્યારે અમારી પાસે એક કર્મચારી હતો જે પેકિંગ અને લેબલિંગનું કામ કરતો હતો, અને બે વણકર ઓનબોર્ડ હતા કે જેઓ અમારી સાથે આખો દિવસ કામ કરતા હતા.”

”અમે જ્યારે આ બ્રાન્ડ લોન્ચ કરી ત્યારે માત્ર 3 લાખ રૂપિયાનું રોકાણ કરેલું હતું. ખાસ કરીને, યંગસ્ટર્સમાં અમારી યુનિક પાતળી બોર્ડર વળી સાડીઓનું ખૂબ ચલણ જોવા મળ્યું. સોશિયલ મીડિયા થકી અમે અમારી બ્રાન્ડને એક અલગ ઓળખ આપવી છે. જ્યારે કોવિડ-19 લોકડાઉન હતું, અને ઘણી જાણીતી બ્રાન્ડ્સ વેચાતી ન હતી, ત્યારે પણ લોકો સુતા પાસેથી ખરીદી કરી રહ્યા હતા કારણ કે અમે આ મુશ્કેલ સમયમાં વણકર માટે અમે શું કરી રહ્યા છીએ તેના વિશે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. અમારી આ જ ઓળખ અમને બીજી ફેબ્રિક બ્રાન્ડસથી અલગ બનાવે છે.” સુજાતે આગળ કીધું છે.

સુતા માત્ર તેના કારીગરો જ નહીં, પરંતુ તેમના ગ્રાહક સાથે પણ ખાસ સંબંધ સ્થાપિત કરી રહી છે. તેમના ગ્રાહકોને ‘સુતા ક્વીન્સ’ હેશટેગ આપીને તેમની સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ પણ શેર કરાય છે.

 

Suta’s Workplace

જો કે, સુતા વિશે સૌથી વિશિષ્ટ બાબત એ છે કે, તેઓ બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, કાશ્મીર અને તમિલનાડુ રાજ્યોના વણકરો સાથે કામ કરે છે. શરૂઆતના વર્ષોમાં, આ વણકરો સાથે વિશ્વાસ કેળવવો અને તેમને એકસાથે લાવવા એ પણ ખૂબ જ અઘરું કામ હતું. એક વાર કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ કારીગરોના બેન્ક એકાઉન્ટમાં તરત જ પૈસા જમા થઈ જાય છે.

“અમે અમારા કારીગરોને તેમના કૌશલ્યના આધારે પૂરતા પ્રમાણમાં વળતર આપીએ છીએ. અમે વેસ્ટ ગયેલા પીસ ફેંકી દેતા નથી પરંતુ તેને રિસાઈકલ કરી છીએ. જૂની સાડીઑમાંથી અમે બેગ બનાવીએ છીએ. ખરાબ પ્રિન્ટ કે ફાટેલા ભાગ પર અમે બ્લોક પ્રિન્ટ કરીને તેને નવું સ્વરૂપ આપીએ છીએ” સૂતાના એક કારીગરે જણાવ્યું હતું.

સૂતાનું આગામી લક્ષ્ય Nykaa, Myntra અને Flipkart જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ સાથે વેચાણ કરવાનો છે, અને આ કારીગરોનું જીવન અને ભવિષ્ય વધુ સુદ્રઢ અને સરળ બનાવવાનો છે.

 

આ પણ વાંચો – આગામી 5 માર્ચે શરૂ થનારી સાગર પરિક્રમા વિશે જાણો તમામ માહિતી અહીંયા  

Next Article