ફક્ત મહિલાઓ માટે : શું ગર્ભાવસ્થા દરમિયાન ફટાકડા ફોડવા સલામત છે? જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

|

Nov 10, 2023 | 2:53 PM

દિવાળી 2023 : દિવાળીના દિવસે વિવિધ વાનગીઓ ખાવાની સાથે ફટાકડા પણ ખૂબ જ ફોડવામાં આવે છે. દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. ફટાકડા વિના આ તહેવાર ની કલ્પના કરવી મુશ્કેલ છે પરંતુ હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ફટાકડાનો ધુમાડો પ્રેગ્નન્સી દરમિયાન ઘણું નુકસાન કરી શકે છે.

ફક્ત મહિલાઓ માટે : શું ગર્ભાવસ્થા દરમિયાન ફટાકડા ફોડવા સલામત છે? જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
pregnant women burning crackers(symbolic Image)

Follow us on

દિવાળીનો તહેવાર આવી ગયો છે. આ તહેવાર ખુશીઓની સાથે-સાથે રંગબેરંગી કપડાં, સજાવટ અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે જાણીતો છે. દિવાળી પર લક્ષ્મી-ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને મીઠાઈઓ વહેંચવામાં આવે છે. આ તહેવાર પર સ્વાદિષ્ટ વાનગીઓની સાથે લોકો આતશબાજીનો પણ ભરપૂર આનંદ માણે છે.

દિવાળી પર ફટાકડા ફોડવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. પરંતુ તેઓ પર્યાવરણને પણ નુકસાન કરે છે અને ખાસ કરીને લોકોને. તેમાં પણ સગર્ભા સ્ત્રીઓએ આ બાબતે સાવધાની રાખવી જોઈએ.

હવાના ઝેરી તત્વો જાય છે ફેફસામાં

આરોગ્ય નિષ્ણાતોના મતે ફટાકડામાંથી નીકળતો ધુમાડો માતા અને બાળક બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. ફટાકડામાંથી નીકળતા ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર સહિત અનેક ઝેરી તત્વો હોય છે. જે શ્વાસ દ્વારા મહિલાના ફેફસામાં જાય છે. જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન આ પ્રદૂષણના સંપર્કમાં આવે છે, તો આ ખતરનાક ગેસ શ્વસન માર્ગમાં પ્રવેશી શકે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

ત્વચાની એલર્જી

મોટા અવાજના ફટાકડા પણ વધુ પ્રદૂષણ ફેલાવે છે અને તેના સંપર્કમાં આવવાથી ત્વચાની એલર્જી થવાનું પણ જોખમ રહેલું છે. ફટાકડામાં રહેલા રસાયણો ચામડીથી શરીરમાં પહોંચી શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ ગર્ભવતી મહિલાએ ફટાકડા ફુટતા હોય તેનાથી અંતર જાળવવું જોઈએ.

અસ્થમા થઈ શકે છે

ફટાકડામાંથી નીકળતા ધુમાડાથી સગર્ભા સ્ત્રીઓમાં અસ્થમાની સમસ્યા ઉદ્ભવી શકે છે. જેના કારણે ગર્ભવતી મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ કારણે તેમને ફટાકડાથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. વધારે માહિતી માટે પોતાના ફેમિલી ડોક્ટરને મળવું જરૂરી છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

ગર્ભાવસ્થા દરમિયાન ફટાકડા જેવી રાસાયણિક વસ્તુઓથી અંતર રાખવું જોઈએ અને દાઝી ન જવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. દીવા અને કુદરતી અગરબત્તીઓનો ઉપયોગ કરીને કોઈપણ આડઅસર વિના દિવાળીની ઉજવણી પોતાની અનુકુળતા મુજબ કરી શકાય છે. ઘરની સફાઈમાંથી નીકળતી ગંદકી અને ધૂળના રજકણો તેમજ ફટાકડા અને દીવામાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણમાં ખૂબ જ વધારો કરે છે. આવા કિસ્સાઓમાં માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવમાં આવે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, તમે હજુ પણ પ્રેગ્નન્સીના 0 થી 5 મહિના દરમિયાન ફટાકડા ફોડી શકો છો, પરંતુ તમારે છેલ્લા ત્રણ મહિનામાં ખૂબ કાળજી રાખવી પડે છે. ફટાકડા જોવાની ઈચ્છા થાય તો એવી જગ્યાએ બેસવું કે જવું જ્યાંથી પડવાની બીક ન લાગે. જો કે ફટાકડાં ફોડતા પહેલા સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 2:47 pm, Fri, 10 November 23

Next Article