Viral Video: ક્રિકેટરની ફની સ્ટાઈલ ફેમસ છે, યુઝવેન્દ્ર ચહલે ન્યુઝીલેન્ડ ક્રિકેટરને પણ ન છોડ્યો

સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ટૂર્નામેન્ટમાં રમી રહ્યો હોય કે ન રમતો હોય પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે. ચહલ મેચમાં ન હોવા છતા છવાયેલો રહે છે. ચહલની ચંચળ મસ્તી સૌ કોઈને પસંદ આવે છે. ચહલ વર્લ્ડ કપ 2023થી બહાર છે.ભારતીય ક્રિકેટ ટીમનો લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટના મેદાનમાં ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

| Edited By: | Updated on: Oct 26, 2023 | 2:03 PM

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો મેચ પુરી થયા બાદ એકબીજા સાથે હાથ મિલાવી રહી છે. એક બાજુ ન્યુઝીલેન્ડના ખેલાડી છે તો બીજી બાજુ ભારતીય ક્રિકેટર તેમજ સ્ટાફ છે. જેમાં ચહલ પણ જોવા મળી રહ્યો છે અને તે પણ મસ્તી ભર્યા અંદાજમાં, ચહલ ખેલાડીઓ સાથે હાથ મિલાવી રહ્યો છે સાથે તે ન્યુઝીલેન્ડના ક્રિકેટર Daryl Michelનું બેટ લઈ લે છે. જ્યારે ન્યુઝીલેન્ડ ખેલાડી તેની પાસે બેટ લઈ રહ્યો છે તો ચહલ બેટ આપતો નથી આ ફની વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

યુઝવેન્દ્ર ચહલનો ફની વીડિયો વાયરલ

એશિયા કપ અને ICC ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી, સ્પિન સ્ટાર યુઝવેન્દ્ર ચહલ તેની યોગ્યતા સાબિત કરવા માટે એક નવો પડકાર શોધી રહ્યો છે. તો જોઈએ ક્યારે ક્રિકેટરને રમવાની તક મળે છે. તમને જણાવી દઈએ કે ચહલે હજુ સુધી ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું નથી. ચહલનો સર્વશ્રેષ્ઠ આંકડો ઈનિંગ્સમાં 44 રનમાં 6 વિકેટ અને મેચમાં 112 રનમાં 8 વિકેટ છે.ક્રિકેટર યુઝવેન્દ ચહલની પત્ની ધન શ્રી વર્માના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ઘણા લોકો તેના ડાન્સના દિવાના છે. તેના વીડિયો વાયરલ થતા હોય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો