તાજેતરમાં ઓનલાઈન આવેલ એક વિડીયો (Viral Video) ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, શેરીમાં ઘરની બહાર રમતા એક બાળકની (Child Playing) સાથે કેટલું ભયંકર થવા જઈ રહ્યું છે. આ બાળક તેના સ્કૂટર પર બહાર રમતું હતું, ત્યારે એક જંગલી વાંદરો આવે છે અને તેના વાળ ખેંચીને (Monkey Attack) લઇ જાય છે. આ વાયરલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, બપોરના સુમારે દક્ષિણ પશ્ચિમ ચીનના ચોંગકિંગ નજીકના ગામમાં એક જંગલી વાનર બાળકને ધક્કો મારતો અને તેના પર હુમલો કરતા જોઈ શકાય છે. બાળકોને કોઈક વાર એકલા રમતા છોડી દેવા એ કેટલું જોખમી સાબિત થઇ શકે છે એ તમે આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો.
આ વાયરલ વીડિયોમાં જોવા મળતી, નાની છોકરી શાંત ગલીમાં તેના સ્કૂટર પર એકલી રમી રહી હતી. ત્યારે અચાનક એક જંગલી વાંદરો તેની પાસે આવી જાય છે અને તેનું માથું પકડીને તેને ક્રૂરતાપૂર્વક બાજુની ગલીમાં ખેંચી ગયો છે, જ્યાંથી તે આવ્યો હતો. આ ઘટના અંગે, ગ્લોબલ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે, સદભાગ્યે, એક વ્યક્તિ આવી જાય છે અને ત્યાં આવીને આ નાનકડી છોકરીને આ જંગલી વાંદરાની ચુંગલમાંથી બચાવીને તેને ભગાડી મૂકે છે. વાંદરો તેને ખેંચીને લઇ જાય તે પહેલાં આ વ્યક્તિ તેને તેની કેદમાંથી બચાવે છે.
આ બાળકીની માતાના જણાવ્યા અનુસાર, જેની ઓળખ લિયુ તરીકે કરવામાં આવી છે, આ ઘટના ગત મંગળવારે બપોરે બની હતી જ્યારે તેણી ઘરની અંદર રસોઇ બનાવી રહી હતી. આ 3 વર્ષીય બાળકીને ખુબ આઘાત લાગ્યો છે અને તેના માથા પર ગંભીર ઈજાઓ થઇ હતી. તેણીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે, આ પૂર્વે પણ આ વાંદરો આ ગામમાં ચડી આવ્યો હતો. તેણે પહેલા પણ અનેક ગ્રામજનો પર ગંભીર હુમલાઓ કાર્ય હતા. સ્થાનિક અધિકારીઓએ આગળ જણાવ્યું હતું કે, નજીકના પહાડો પરથી આવેલા જંગલી વાંદરાને પોલીસ પકડી શકી ન હતી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ જંગલી વાંદરો નજીકના પર્વતોમાં રહે છે અને ઘણી વખત ગામડાના રહેણાંક વિસ્તારમાં ધમાલ મચાવવા આવી જાય છે.
સત્તાધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ આ વાંદરાને એક વાર ઝડપી લીધા બાદ વન્ય પ્રાણી સંરક્ષણ વિભાગને સોંપી દેશે. સ્થાનિક વન વિભાગે મીડિયાને જણાવ્યું હતું કે જંગલી વાંદરાઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓ છૂટાછવાયા બનાવો છે અને તેઓ ફરીથી મનુષ્યો પર હુમલો ન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.