MONEY9: બાળકોના એજ્યુકેશન અને નિવૃતિ માટે છે પૈસાની જરૂર? આ ફંડમાં કરો રોકાણ

|

Jun 16, 2022 | 7:36 PM

સૉલ્યૂશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ બાળકોના હાયર એજ્યુકેશન કે વ્યક્તિના રિટાયરમેન્ટ જેવા નિશ્ચિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બનતા હોય છે.

MONEY9: સૉલ્યૂશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ (SOLUTION FUND) બાળકોના હાયર એજ્યુકેશન કે વ્યક્તિના રિટાયરમેન્ટ (RETIREMENT) જેવા નિશ્ચિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બનતા હોય છે. આ ફંડના પોર્ટફૉલિયોને એ રીતે તૈયાર કરવામાં આવે છે કે રોકાણકારોને તેમના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોઇ અન્ય સ્કીમમાં રોકાણ કરવાની જરૂરિયાત નથી પડતી. તમે તો એ સારી રીતે જાણતા જ હશો કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં રિટર્ન બજારની દિશાઓ પર નિર્ભર કરે છે અને કેટલું રિટર્ન મળશે તેની કોઇ ગેરંટી હોતી નથી.  

તો પણ મોટાભાગના ઇક્વિટી ઓરિએન્ટેડ સૉલ્યૂશન ફંડમાં 12 થી 15 ટકા અને ડેટ ઓરિએન્ટેડ ફંડમાં 8 થી 12 ટકા વાર્ષિક રિટર્ન મળતું જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ પ્લાને 3 વર્ષમાં અંદાજે 12 ટકા અને 5 વર્ષમાં 11 ટકાનું રિટર્ન આપ્યું છે.

ટાટા રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ- પ્રોગેસિવે 3 વર્ષમાં અંદાજે 16% અને 5 વર્ષમાં 13.4 ટકાનું રિટર્ન આપ્યું છે. ટાટા રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ- મૉડરેટે 3 વર્ષમાં 14.5 ટકા અને 5 વર્ષમાં અંદાજે 12 ટકાનું રિટર્ન આપ્યું છે.

આવા ફંડમાં રોકાણ કરતાં પહેલા તમારે ફંડના પ્રદર્શન અંગે ઊંડાણપૂર્વક રિસર્ચ કરવું જોઇએ. એવા ફંડમાં પૈસા લગાવવા જોઇએ જેમાં સતત સારુ પ્રદર્શન જોવા મળતું હોય. ગુરુ જણાવે છે કે એવા ઘણાં ફંડમાં ટેક્સની બચત પણ થાય છે. હકીકતમાં જે ફંડ ઇક્વિટીમાં પૈસા લગાવે છે અને જેમાં 5 વર્ષનો લૉક-ઇન પીરિયડ હોય છે, તેમાં તમે આવકવેરાની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ ઇનકમ ઘટાડી શકો છો.

Next Video