MONEY9: ELSSમાં લૉક-ઈન પીરિયડ શું હોય છે?

|

May 18, 2022 | 5:56 PM

ટેક્સ બચાવવા માટે ઘણા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડની ELSS કેટેગરીમાં રોકાણ કરે છે, પરંતુ તેના લૉક-ઈન પીરિયડની સમજ ન હોવાથી મૂંઝવણ અનુભવે છે અને નુકસાન પણ ભોગવે છે.

MONEY9: ટેક્સ બચાવવા (TAX SAVINGS) માટે ઘણા રોકાણકારો (INVESTOR) મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND)ની ELSS કેટેગરીમાં રોકાણ કરે છે, પરંતુ તેના લૉક-ઈન પીરિયડની સમજ ન હોવાથી મૂંઝવણ અનુભવે છે અને નુકસાન પણ ભોગવે છે.

મ્યુચ્યુઅલ ફંડની ELSSમાં લૉક-ઈન પીરિયડની ફૉર્મ્યુલા

ટેક્સ બચાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સની ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે, ELSS ઘણી લોકપ્રિય છે. આમાં માત્ર ત્રણ વર્ષનો લૉક-ઈન પીરિયડ હોય છે. તમે ELSSમાં પણ ઉચ્ચક અથવા તો સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફતે પૈસા રોકી શકો છો. ઘણા લોકો ELSSમાં લૉક-ઈન પીરિયડની ગણતરીને લઈને મૂંઝવણ અનુભવે છે પણ તમારે હવે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે, અહીં દૂર થશે તમારી મૂંઝવણ અને જાણવા મળશે તેની ફૉર્મ્યુલા.

ઉચ્ચક રોકાણ પર કેવી રીતે થાય છે કેલ્ક્યુલેશન

માની લો કે એક રોકાણકાર જયેશ કોઈ ફંડમાં ઉચ્ચક પૈસા રોકે છે તો ELSSનો લૉક-ઈન પીરિયડ તેની રોકાણ-તારીખથી ગણાવાનું શરૂ થઈ જશે. ધારો કે જયેશે 2022ની પહેલી જાન્યુઆરીએ કોઈ ફંડમાં 30,000 રૂપિયા રોક્યા. તે દિવસે ફંડની એનએવી (NAV) 500 રૂપિયા હતી. એટલે, 30,000 રૂપિયાને 500 વડે ભાગીએ તો 60 જવાબ આવે. એટલે કે જયેશને 60 યુનિટ મળ્યા. હવે, 3 વર્ષ પૂરા થશે ત્યારે એટલે કે 2025ની પહેલી જાન્યુઆરી આવશે, ત્યારે જ જયેશ આ 60 યુનિટ વેચી શકશે.

SIP દ્વારા રોકાણ કરીએ તો કેવી રીતે થાય છે લૉક-ઈન પીરિયડની ગણતરી

જો તમે SIP દ્વારા ELSSમાં રોકાણ કરો તો અલગ નિયમ પ્રમાણે ગણતરી થાય છે. તમને એટલી તો ખબર હશે જ કે SIPની ચુકવણી દર મહિને, ત્રણ મહિને અથવા વર્ષે થઈ શકે છે. આમાં SIPના પ્રત્યેક હપ્તા માટે 3 વર્ષનો લૉક-ઈન ગણવામાં આવે છે. ધારો કે, જયેશ દર મહિનાની પાંચ તારીખે 4,000 રૂપિયાની SIP કરે છે. ફંડની NAV પ્રમાણે તેને 5 જાન્યુઆરી,2022એ ફંડના 30 યુનિટ મળ્યા તો આ 30 યુનિટ 5 જાન્યુઆરી, 2025 સુધી રાખવા પડશે અને ત્યારપછી જ તેનો લૉક-ઈન પૂરો થશે. જો 5મી ફેબ્રુઆરી-2022એ તેમને 40 યુનિટ મળ્યાં હશે તો તેઓ આ યુનિટ 5 ફેબ્રુઆરી-2025ની પહેલાં નહીં વેચી શકે.

Next Video