MONEY9: Dividend Yield એટલે શું અને તેનાથી શું સંકેત મળે છે?

|

Jun 20, 2022 | 7:25 PM

કોઈ શેરમાં રોકાણ કરતાં પહેલાં ઘણા રોકાણકાર તે કંપનીની ડિવિડન્ડ યીલ્ડ પણ ચકાસે છે. તેનું શું મહત્વ છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે સમજવું જરૂરી છે.

MONEY9: આજે આપણે સમજીશું કે ડિવિડન્ડ યીલ્ડ (DIVIDEND YIELD)ની ગણતરી કેવી રીતે થાય છે? કોઈ કંપનીના શેરનો ભાવ અને તેણે ચુકવેલા વાર્ષિક ડિવિડન્ડ (DIVIDEND)ના ગુણોત્તરને ડિવિડન્ડ યીલ્ડ કહે છે. તેને સામાન્ય રીતે ટકાવારીમાં દર્શાવવામાં આવે છે અને તેનાથી અંદાજ મળે છે કે કોઈ રોકાણ પર ડિવિડન્ડ સ્વરૂપે કેટલું રિટર્ન મળી રહ્યું છે. તેની ગણતરી કરવા માટે જે-તે કંપનીના શેરના બજારમૂલ્ય વડે તે કંપનીએ ચુકવેલા ડિવિડન્ડનો ભાગાકાર કરવામાં આવે છે અને તેને 100 સાથે ગુણવામાં આવે છે. 

હવે તેને ઉદાહરણ સાથે સમજીએ

ધારો કે કોઈ કંપનીનો શેર, એક્સ્ચેન્જ પર 100 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ કંપની શેર દીઠ એક રૂપિયો ડિવિડન્ડ આપે છે તો તેની ડિવિડન્ડ યીલ્ડ થશે 1 ટકો. એટલે કે 1 ભાગ્યા 100 અને તેને ગુણ્યા 100, મતલબ કે 1%. 

રોકાણકારોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ઊંચી ડિવિડન્ડ યીલ્ડ હોય તો તેનો અર્થ એવો નથી કે આ શેર ખરીદવાથી ફાયદો જ થશે.  કારણ કે, જ્યારે શેરનો ભાવ તૂટશે, ત્યારે ડિવિડન્ડ યીલ્ડ આપોઆપ વધી જશે, એટલે તે ઊંચી જ દેખાશે. જો કોઈ રોકાણકાર માત્ર શેરના ડિવિડન્ડથી જ ફાયદો મેળવવા ઈચ્છતો હોય તો તેના માટે ડિવિડન્ડ યીલ્ડનો આંકડો ઘણો મહત્ત્વનો છે. 

Next Video