MONEY9: બિઝનેસ સાઇકલ ફંડ કોને કહેવાય ?

|

Jun 27, 2022 | 3:39 PM

બિઝનેસ સાઇકલ ફંડ ઇક્વિટી થીમેટિક ફંડમાં આવે છે. બિઝનેસ સાઇકલ ફંડ ઇકોનોમીના સારા-નરસા દિવસોમાં પણ ઉત્તમ પર્ફોર્મન્સના હિસાબે તૈયાર કરવામાં આવે છે.

MONEY9: બિઝનેસ સાઇકલ ફંડ (BUSINESS CYCLE FUND) ઇક્વિટી થીમેટિક ફંડમાં આવે છે. બિઝનેસ સાઇકલ ફંડ ઇકોનોમી (ECONOMY) ના સારા-નરસા દિવસોમાં પણ ઉત્તમ પર્ફોર્મન્સના હિસાબે તૈયાર કરવામાં આવે છે.

ઉદાહરણ સાથે જોઇએ તો, રુબીનાએ એક સેક્ટોરલ ઇક્વિટી ફંડમાં રોકાણ કર્યું છે. પરંતુ, ફંડમાંથી તેને સારૂ રિટર્ન નથી મળી રહ્યું. અને તે આ વાતથી ઘણી દુઃખી પણ છે. તેને શોધ છે એવા ફંડની જે ઇકોનૉમીના ખરાબ સમયમાં પણ સારુ રિટર્ન આપતું રહે. રુબીનાએ ઘણું રિસર્ચ કર્યું પછી તેને ખબર પડી બિઝનેસ સાઇકલ ફંડ અંગે. પરંતુ પૈસા લગાવતા પહેલા રુબીના તેને સારી રીતે સમજી લેવા માંગતી હતી. તો બસ શરૂ કરી દીધી તપાસ.

પહેલી વાત તેને એ ખબર પડી કે આ ઇક્વિટી થીમેટિક ફંડમાં આવે છે પરંતુ છેવટે આ હોય છે શું? વાસ્તવમાં, બિઝનેસ સાઇકલ ફંડ ઇકોનોમીના સારા-નરસા દિવસોમાં પણ ઉત્તમ પર્ફોર્મન્સના હિસાબે તૈયાર કરવામાં આવે છે. રુબીનાની સમજમાં એ વાત ન આવી કે છેવટે આ ફંડ આમ કેવી રીતે કરે છે?

તો થાય છે એવું કે આ ફંડ કોઇપણ બિઝનેસની પૂરી સાઇકલને સમજે છે. એટલે કે, તેજી કે મંદીના સમયમાં કયા સેક્ટરમાં નફો-નુકસાન થશે..બસ આ જ આઇડિયા આ ફંડ લગાવે છે.

ઉદાહરણ તરીકે, જ્યારે ઇકોનૉમીનું પૈડું ઝડપથી ફરે છે તો ફાઇનાન્સિયલ સેક્ટર પણ ધડાધડ પર્ફોર્મ કરે છે…આનાથી ઉલટું, મંદીના સમયમાં પણ ફાર્મા અને FMCG જેવા ડિફેન્સિવ સેક્ટર સારુ પ્રદર્શન કરે છે. હવે કોવિડના સમયને જ લઇ લો..તે સમયમાં ડ્રગ કંપનીઓ અને ટેલીકોમ સેક્ટરે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું હતું.

ફંડ મેનેજર કોઇ સેક્ટરમાં પૈસા લગાવવા માટે આ જ વાતો પર ધ્યાન આપે છે અને ઘણીવાર એગ્રેસિવ રીતે નિર્ણયો પણ લે છે. હવે રુબીના વિચારે છે કે શું આ ફંડ્સમાં પૈસા લગાવવા જોઇએ કે નહીં?

તો વાત એમ છે કે બિઝનેસ સાઇકલ ફંડ નવા પ્રકારના ફંડ છે..સામાન્ય રીતે એવા ફંડ રોકાણ માટે ટૉપ-ડાઉન એપ્રોચ અપનાવે છે. તેમાં ઇકોનોમીના મેક્રો ફેક્ટર્સ જેવા કે જીડીપી, રોજગાર, વ્યાજ દરો પર ફોકસ કરવામાં આવે છે, કોઇ સેક્ટર કે કંપનીના આંકડા પર બાદમાં ધ્યાન આપવામાં આવે છે. તો રુબીનાએ આ ફેક્ટર્સ પર ધ્યાન આપ્યા બાદ જ આ ફંડ્સમાં પૈસા લગાવવા જોઇએ…

નિષ્ણાતનો મત

Fintoo ના ફાઉન્ડર મનીષ હિંગર કહે છે કે ભારત મોટાભાગે બૉટમ-અપ સ્ટૉક પસંદ કરનારુ બજાર છે. બિઝનેસ સાઇકલ ફંડ જેવી નવી થીમનું હજુ પૂરી ઇકોનોમિક સાઇકલમાં પરિક્ષણ નથી કરવામાં આવ્યું. એવા રોકાણકાર જે આ પ્રકારના ફંડમાં રોકાણ કરવા માંગે છે તેમણે મધ્યમથી વધારે પ્રકારના નુકસાનની આશંકાથી પણ સચેત રહેવું પડશે, ભલે કુલ મળીને બજાર સારુ પ્રદર્શન કરી રહ્યું હોય. આપને જણાવી દઇએ કે બૉટમ-અપ રોકાણકાર કોઇ કંપની અને તેના ફંડામેન્ટલ પર ભાર મુકે છે. જ્યારે ટૉપ-ડાઉન રોકાણકાર ઇન્ડસ્ટ્રી અને ઇકોનૉમી પર ફોકસ કરે છે.

મની9ની સલાહ

બિઝનેસ સાઇકલ ઇક્વિટી પોર્ટફૉલિયોમાં સારુ ડાયવર્સિફિકેશન ઉપલબ્ધ કરાવે છે. એવા ફંડ્સમાં રોકાણ કરતાં પહેલા રોકાણકારોએ ઊંડુ રિસર્ચ કરવું જોઇએ, કારણ કે આ થીમેટિક ફંડમાં આવે છે.

તમે તમારી રિસ્ક લેવાની ક્ષમતા, રોકાણ પ્રોફાઇલ અને ટાર્ગેટ એલોકેશન એટલે કે જોખમ, ઉંમર અનુસાર કેટલા પૈસા લગાવવાના પડશે, ઉંમરના કયા પડાવ પર કેટલી મૂડીની જરૂરિયાત પડી શકે છે, આ બધુ જોઇને જ રોકાણ કરો.

Next Video