MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે AUMનું મહત્વ કેટલું?

|

Jun 28, 2022 | 9:02 PM

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં કેટલાક કન્સેપ્ટ્સને સમજવા જરૂરી છે. AUM આમાનું જ એક છે. કોઇ મ્યુચ્યુઅલ ફંડનું મૂલ્યાંકન કરતી વખતે AUM એક મહત્વનો સંકેત એટલે કે indicator હોય છે.

MONEY9: આજે આપણે જાણીશું AUM  એટલે કે Assets Under Management અંગે. તમે મ્યુચ્યુઅલ ફંડ્સ (MUTUAL FUND)માં રોકાણ (INVESTMENT) કરતી વખતે કે તેના વિશે વાંચતી વખતે ઘણીવાર આ ટર્મ સાંભળી હશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં કેટલાક કન્સેપ્ટ્સને સમજવા જરૂરી છે. AUM  આ પૈકીનો જ એક છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડનું મૂલ્યાંકન કરતી વખતે AUM એક મહત્વનો સંકેત એટલે કે ઈન્ડિકેટર હોય છે.

કોઈ એક મ્યુચ્યુઅલ ફંડ તરફથી એક નિશ્ચિત સમયમાં મેનેજ કરવામાં આવતી બધી એસેટ્સની કુલ માર્કેટ વેલ્યૂને AUM કહેવામાં આવે છે. AUM માં કોઈ એક મ્યુચ્યુઅલ ફંડની મૂડી ઉપરાંત તેનું રિટર્ન પણ સામેલ હોય છે, જેનો ઉપયોગ એક ફંડ મેનેજર નવા રોકાણ કરવા માટે કરતો હોય છે. સરળ શબ્દોમાં આ કોઈ એક દિવસની કોઈ મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિઓનું કુલ મુલ્ય છે, જેમાં તે ફંડે રોકાણ કરી રાખ્યું છે.

AUMની ગણતરી કેવી રીતે થાય છે?

AUM  બરાબર રોકાણ સંપત્તિઓની નેટ વેલ્યૂ ગુણ્યા કુલ યૂનિટ્સની સંખ્યા. AUM મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનની સાથે-સાથે તેની સાઈઝ એટલે કે કદ પણ સૂચવે છે.

એક વધતું AUM, ફંડના સકારાત્મક પ્રદર્શનની સાથે જ રોકાણ કરવા માટે વધારાની મૂડી લાવ્યા હોય તેવા નવા ગ્રાહકોના જોડાવાનો સંકેત આપે છે. ઘટતા AUMનો અર્થ તેનાથી વિપરિત છે. એનો અર્થ ખરાબ પ્રદર્શન કે એક મોટું રિડેમ્પ્શન (redemption) હોય છે, જે ફંડના પ્રદર્શન સાથે જોડાયેલું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે.

કોઈ ફંડ માટે AUM ઘણું મહત્વનું હોય છે. AUMનો ઉપયોગ તરલતા એટલે કે લિક્વિડિટીના ઉપાય તરીકે કરવામાં આવી શકે છે. કોઈ એક મોટું રિડેમ્પ્શન થવાની સ્થિતિમાં ભારે AUM ફંડને એક કુશન પ્રદાન કરી શકે છે.

જો કે એક મોટું AUM કોઈ ફંડના સારા પ્રદર્શનની ગેરંટી નથી હોતું. જો કે ધ્યાનમાં એ પણ રાખવું જોઈએ કે કોઈ એક ફંડનું AUM તમારા રોકાણના નિર્ણયને પ્રભાવિત કરનારું એકમાત્ર કારણ ન હોવું જોઈએ. બજારમાં બાકી લોકો એક ફંડમાં પૈસા લગાવીને તેની પર ભરોસો કરે તેનો અર્થ એ નથી કે તમે પણ આવું જ કરો. 

કોઇ એક ફંડના AUMની સાથે સાથે બાકી ફંડ્સની તુલનામાં એક ફંડના ઐતિહાસિક પ્રદર્શન, એક્સપેન્સ રેશિયો, જોખમનો ગુણોત્તર, ફંડ હાઉસના પ્રમોટર્સનો ઈતિહાસ, ફંડ મેનેજરની પ્રતિષ્ઠા, રિસ્ક મેનેજમેન્ટ રણનીતિઓ, કોમ્પ્લાયન્સ વગેરે જેવા સંકેતોનો પણ વિચાર કરો.

Next Video