ભારતના ધૂંઆધાર ઓપનર વિરેન્દ્ર સહેવાગ પીએમ મોદી પર ઓળઘોળ, આપી દીધુ આ મોટું નિવેદન, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદાસીન ભારતીય ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમમાં પહોચ્યાં હતા. ત્યારે આશ્વાસન અને પ્રોત્સાહનની ક્ષણ ઉભરી આવી.અણધાર્યા હાવભાવની તસવીરો ઝડપથી પ્રસારિત થયા હતા. જોકે પીએમ મોદીના ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રુમમાં પહોચવા પર ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પીએમ મોદી વીશે મોટી વાત કહી છે.
વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની કરુણ હાર બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદાસીન ભારતીય ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમમાં પહોચ્યાં હતા. ત્યારે આશ્વાસન અને પ્રોત્સાહનની ક્ષણ ઉભરી આવી.અણધાર્યા હાવભાવની તસવીરો ઝડપથી પ્રસારિત થયા હતા. જોકે પીએમ મોદીના ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રુમમાં પહોચવા પર ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પીએમ મોદી વીશે મોટી વાત કહી છે.
ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પ્રધાન મંત્રીના ડ્ર્સિંગ રુમમાં જઈને ખેલાડીઓને મળવા પર નિવેદન આપતા કહ્યું હતુ કે આ ઘણું રેર હતુ. મેં પહેલી વાર જોયું કે હારેલી ટીમને કોઈ દેશના વડાપ્રધાન મળવા પહોચ્યાં હોય. પીએમ મોદીનો આ ગેસ્ટચર કાબિલે તારીફ હતો. સહેવાગે કહ્યું કે ભારતીય ખેલાડીઓને આવા સમયે સપોર્ટની જરુર હતી અને પીએમ મોદી તે સપોર્ટ તેમને આપી મનોબળ વધાર્યુ
ANI સાથે વાત કરતા મેદાન પર પોતાની આક્રમક શૈલી માટે જાણીતા સેહવાગે વડા પ્રધાનના ખેલાડીઓને સીધા ડ્રેસિંગ રૂમમાં મળવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. સેહવાગે ટિપ્પણી કરી, “વડાપ્રધાન માટે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળવું અને કારમી હાર બાદ તેમને પ્રોત્સાહિત કરવા તે ખૂબ જ દુર્લભ હતુ. વડાપ્રધાન મોદી દ્વારા ડ્રેસિંગ રૂમની મુલાકાત લેવા અને ખેલાડીઓનું મનોબળ વધારવું એ અવિશ્વસનીય ચેષ્ટા છે. ” ખેલાડીઓને આવા સમયે ખરેખર પોતાના પરિવાર અને મિત્રોના સપોર્ટની જરુર હોય છે. આવા સમયે પીએમનું ખેલાડીઓને મળવું એ ઘણું રેર હતું
