Viral Video: સેનાના જવાને એક વ્યક્તિ માટે કર્યુ કઇ એવું કે લોકો કરી રહ્યા છે વખાણ

|

Jun 08, 2021 | 2:23 PM

આ વીડિયો જોઇને તમને પણ આ જવાન પર ગર્વ થશે. ટ્વીટર પર આ વીડિયો IPS એસ એસ ભાટિયાએ શેયર કર્યો છે.

Viral Video: સેનાના જવાને એક વ્યક્તિ માટે કર્યુ કઇ એવું કે લોકો કરી રહ્યા છે વખાણ
જવાને રસ્તે ચાલતા વ્યક્તિની મદદ કરી

Follow us on

Kashmir : ભારતીય સેનાના જવાનો પોતાના પરાક્રમ અને સાહસ માટે ઓળખાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમને ભારતીય જવાનોની ઉદારતાનું પણ ઉદાહરણ મળશે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે કારણ કે આ વીડિયોમાં એક સેનાનો જવાન અજાણ્યા વ્યક્તિને ચા-નાસ્તો કરવા માટે 100 રૂપિયા આપી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો હોય છે તેમાં અમુક વીડિયો એવા હોય છે કે જે યૂઝર્સના દિલમાં જગ્યા બનાવી લે છે. આ વીડિયોમાં કાશ્મીરમાં એક જવાન ક્રૉસ કન્ટ્રી વૉકરને ચા-નાસ્તો કરવા માટે કેટલાક રૂપિયા આપે છે. લોકો વીડિયો જોયા બાદ આ જવાનના ખૂબ વખાણ કરી રહ્યા છે.

જેવું કે તમે આ વીડિયોમાં જોયું કેવી રીતે એક જવાન ચાલતા ચાલતા ખિસ્સામાંથી રૂપિયા કાઢીને એક અજાણ્યા વ્યક્તિને આપે છે. મહત્વની વાત છે કે આ જવાન એક પણ વાર વિચારતો નથી કે આ વ્યક્તિને કેટલા રૂપિયા આપવા જોઇએ. બસ તેના હાથમાં જે નોટ આવી તેણે કાઢીને આપી દીધી

આ વીડિયો જોઇને તમને પણ આ જવાન પર ગર્વ થશે. ટ્વીટર પર આ વીડિયો IPS એસ એસ ભાટિયાએ શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા કેપ્શનમાં તેમણે લખ્યુ કે, સોનાનું દિલ. કાશ્મીરમાં જવાને એક ક્રૉસ કન્ટ્રી વૉકરને ચા-નાસ્તો કરવા માટે રૂપિયા આપ્યા. કોઇ અજાણ્યા વ્યક્તિને રૂપિયા આપવા માટે મોટું દિલ હોવુ જરૂરી છે. આ નિસ્વાર્થ સેવાનું એક ઉદાહરણ છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને હમણા સુધીમાં 70 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે અને 6500 થી વધુ લોકો તેને લાઇક કરી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકો આ જવાનના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Solar Eclipse 2021: જાણો 2021માં ક્યારે થશે સૂર્યગ્રહણ અને ક્યારે બની શકશો ‘Ring of Fire’નાં સાક્ષી

આ પણ વાંચો – Stock Market : પ્રારંભિક નરમાશ સાથે NIFTY 15,687 સુધી સરક્યો, SENSEX માં 100 અંકનો ઘટાડો દેખાયો

આ પણ વાંચો – Black Fungus : દેશમાં ઘટતા કોરોનાં સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસનું સંકટ યથાવત, દેશમાં 28 હજારથી વધુ કેસ સક્રિય

Next Video