Black Fungus : દેશમાં ઘટતા કોરોનાં સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસનું સંકટ યથાવત, દેશમાં 28 હજારથી વધુ કેસ સક્રિય
Black Fungus : દેશમાં કોરોનાની બીજી લહેરનાં પીકઅપ(Pick up) બાદ કોરોનાનું સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે, તેની વચ્ચે વધુ એક બ્લેક ફંગસ નામની બિમારીએ દેશને ભરડામાં લીધો છે. બ્લેક ફંગસ ઉપરાંત વ્હાઈટ ફંગસ (White Fungus)અને યેલો ફંગસનાં (Yellow Fungus)કેસો પણ દેશમાં સામે આવી રહ્યા છે.
Black Fungus : દેશમાં કોરોનાની બીજી લહેરનાં પીકઅપ(Pick up) બાદ કોરોનાનું સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે, તેની વચ્ચે વધુ એક બ્લેક ફંગસ નામની બિમારીએ દેશને ભરડામાં લીધો છે. બ્લેક ફંગસ ઉપરાંત વ્હાઈટ ફંગસ (White Fungus)અને યેલો ફંગસનાં (Yellow Fungus)કેસો પણ દેશમાં સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન(health Minister) હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે”દેશનાં 28 રાજ્યો(State) અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસનાં 28 હજાર 252 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 86 % કોરોના દર્દીઓ છે જ્યારે 62.3 % દર્દીઓ ડાયાબિટીઝ(Diabetes)થી પીડિત છે.” મહત્વપૂર્ણ છે કે, કોરોનાની 28મી બેઠકની અધ્યક્ષતા દરમિાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ બ્લેક ફંગસનાં વધતા કેસ અંગે વાત કરી હતી.
દેશમાં સતત વધી રહ્યું છે બ્લેક ફંગસનું સંકટ
બ્લેક ફંગસ એટલે કે,મ્યુકરમાઈકોસિસ(Mucarmyacosis) એક ગંભીર બિમારી છે. જેમાં તે ચહેરાના સાઇનસ અને હાડકામાં ચેપ લગાડે છે ,ઉપરાંત મગજમાં પણ આક્રમણ કરે છે . આ ગંભીર બિમારીને કારણે ઘણાં દર્દીઓને આંખ ગુમાવવાનો પણ વારો આવે છે.
જો યોગ્ય સમયે બ્લેક ફંગસનો ઉપચાર કરવામાં ન આવે તો દર્દીનું મુત્યું પણ થઈ શકે છે. હાલ,વધતા બ્લેક ફંગસનાં સંક્રમણને રોકવા સિવિલ હોસ્પિટલોમાં અલગ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે.
હવે ,બાળકો પણ બ્લેક ફંગસ બિમારીનો શિકાર બની રહ્યા છે. ગુજરાતમાં પ્રથમ 15 વર્ષનાં બાળકમાં બ્લેક ફંગસનો કેસ નોંઘાયો હતો. જેમાં એપ્રિલમાં કોરોનામાંથી સફળતાપૂર્વક સ્વસ્થ થયા પછી તેને શરૂઆતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ પાછળથી, તેને બ્લેક ફંગસ હોવાનું સામે આવ્યું હતુ.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધી રહ્યું છે બ્લેક ફંગસનું સંકટ
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે,બ્લેક ફંગસનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6339 કેસ નોધાયા છે, ત્યારબાદ ગુજરાતમાં 5486 જેટલા કેસ સામે આવ્યા છે. વધુમાં જણાવ્યું કે,ભારતનાં “સાર્સ-2 કન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ”(INSACOG)પ્રયોગશાળામાં વાયરસ ઉપર થયેલા રિસર્ચ મુજબ, બ્લેક ફંગસનું સંક્રમણ શરીરને ગંભીર અસર પહોંચાડવાની સંભાવના ધરાવે છે.
કોરોનાની ત્રીજી લહેરને રોકવાની તૈયારી
નીતિ આયોગનાં સભ્ય ડો.વીકે.પૌલે એક કોન્ફરન્સમાં(Conference) દેશમાં કોરોના વેક્સિનની સ્થિતિ , બાળ ચિકિત્સા દ્વારા કરવામાં આવતી તૈયારી અને કોરોનાની ત્રીજી લહેરને(Third Wave) અટકાવી શકાય તે માટેની ચર્ચા કરી હતી.
મહત્વપૂર્ણ છે કે,કોરોનાં રસીના 230 મિલિયન ડોઝ(Million Dose) લગાવવામાં ભારતને 141 દિવસ થયા, વિશ્વમાં કોરોનાં રસી આપવામાં ભારત યુએસ પછી બીજા ક્રમે છે. જો કે અમેરિકાને 230 મિલિયન ડોઝ લગાવવામાં લગભગ 134 જેટલા દિવસનો સમય લાગ્યો હતો.