Viral Video: માલિક સાથે સોફા પર બેસીને ફૂટબોલ મેચ જોઇ રહેલા ડોગ સાથે અચાનક આ શું થયુ ?

|

Jun 10, 2021 | 3:46 PM

માણસો જ નહી પરંતુ અમુક વાર પ્રાણીઓ પણ એક્સાઇટેડ થઇ જાય છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.

Viral Video: માલિક સાથે સોફા પર બેસીને ફૂટબોલ મેચ જોઇ રહેલા ડોગ સાથે અચાનક આ શું થયુ ?
પોતાની માલિક સાથે બેસીને ફૂટબોલ મેચ જોઇ રહ્યો હતો આ ડોગ

Follow us on

સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સાથે જોડાયેલા કેટલાક વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. આવા વીડિયોને યૂઝર્સ ખૂબ જ પસંદ કરતા હોય છે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે જેમાં એક ડોગ પોતાની માલિક સાથે બેસીને ફૂટબોલ મેચ જોય છે.

તમે સામાન્ય રીતે લોકોને મેચ દરમિયાન એક્સાઇટેડ થતા જોયા હશે પરંતુ શુ તમે જાણો છો કે માણસો જ નહી પરંતુ અમુક વાર પ્રાણીઓ પણ એક્સાઇટેડ થઇ જાય છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોયા બાદ તમે હંસી હસીને લોટ પોટ થઇ જશો

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક ડોગ આરામથી પોતાની માલિક સાથે સોફા પર બેઠો છે અને બંને સાથે મળીને ટીવી પર ફૂટબોલ મેચ (Football Match) જોઇ રહ્યા છે. મેચ જોતા જોતા એક સમય એવો આવી જાય છે કે આ ડોગ એક્સાઇટેડ થઇને ખુશીથી ઉછળી પડે છે અને તેનો પગ લપસી જતા તે સાફો પરથી નીચે પડી જાય છે. આ ઘટનાને જોઇને તેની માલિક જોર જોરથી હસવા લાગે છે.

આ વીડિયોને આઇપીએસ અધિકારી રુપિન શર્માએ શેયર કર્યો છે. આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને જોઇને વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. લોકો આ ડોગના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. એક યૂઝરે તો લખ્યુ કે, આ ફૂટબોલનો સાચો ફેન છે. અન્ય એક યૂઝરે લખ્યુ કે, ક્યારે પણ જોશમાં આવીને પોતાના હોંશ ન ખોવા.

આ પણ વાંચો – પેટ્રોલ પંપ પર તમને મળે છે આ 6 સુવિધાઓ, જો લાભ લેતા રોકવામાં આવે તો અહીં કરી શકો છો ફરીયાદ

આ પણ વાંચો – Rajkot: રસીકરણ અભિયાનને વેગ આપવા મહાનગરપાલિકા દ્વારા નવી રણનિતી તૈયાર, 50 થી વધારે લોકો હશે તો વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે

આ પણ વાંચો – Dwarka: આવતીકાલથી શ્રદ્ધાળુઓ કરી શકશે દ્વારકાધીશના દર્શન, એકસાથે 50 શ્રદ્ધાળુઓને આપવામાં આવશે પ્રવેશ

Next Video