Viral Video : આ બાળકે ડબલ લાઈનમાં આલ્ફાબેટ લખીને બનાવ્યો રેકોર્ડ, જુઓ વિડીયો

|

Sep 27, 2021 | 5:41 PM

તો શિવાંગ પણ તેના પગલે કંઈક નવું કરવા માટે આતુર હોય છે. શિવાંગ નાની ઉંમરે જ સર્જનાત્મક પ્રવૃત્તિ કરે છે.

આપણે સૌ જાણીએ છીએ તેમ નાનું બાળક હોય તે હંમેશા રમવામાં મશગુલ રહેતું હોય છે. પરંતુ કયારેક બાળક કોઈ નવી-નવી પ્રવૃત્તિ પણ કરતું હોય છે. આવો જ એક બાળકનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં (SocialMedia)વાયરલ થઇ રહ્યો છે.

આ બાળક કોઈ મોટા શહેરનો નથી. પરંતુ દેવભૂમિ દ્વારકા(Devbhumi Dwarka) જિલ્લાના નાનકડા ગામ વરવાળાનો છે. બાળકનું નામ છે શિવાંગ કંસારા. (Shivang Kansara) કહેવામાં આવે છે કે મોર ના ઈંડા ચીતરવા ના પડે. આ કહેવતને સાર્થક કરી છે શિવાંગે. શિવાંગના પિતા બોટલ આર્ટિસ્ટ છે. તો શિવાંગ પણ તેના પગલે કંઈક નવું કરવા માટે આતુર હોય છે. શિવાંગ નાની ઉંમરે જ સર્જનાત્મક પ્રવૃત્તિ કરે છે. શિવાંગે માત્ર 2 વર્ષની ઉંમરમાં જ ચોકનો ઉપયોગ કરીને ઘરની દીવાલ પર ચિત્રો દોરી બાળ પ્રતિભાની ઓળખ આપી હતી.

શિવાંગ ચિત્રની સાથે આંકડા અને અંગ્રેજી આલ્ફાબેટને વિશિષ્ટ રીતે લખવામાં રુચિ ધરાવે છે. શિવાંગે 7 વર્ષની ઉંમરમાં 2017માં રાષ્ટ્રીય કક્ષાએ ડબલ લાઈન આલ્ફાબેટને 3 મિનિટ 7 સેકન્ડમાં લખીને રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ પ્રખ્યાત હસ્તીઓન શેરડીના પેઈંટીગ પણ બનાવ્યા છે.

હાલમાં જ તેને શિવાંગ કંસારાએ ડબલ લાઈનમાં આલ્ફાબેટમાં 26 અક્ષર માત્ર એક મિનિટ ચાર સેકન્ડમાં લખી રાષ્ટ્રીય કક્ષાએ રેકોર્ડ બનાવ્યો છે. આ બાળકે અગાઉ પોતાનો રેકોર્ડ જ તોડયો છે.

તમને જણાવી દઈએ કે, શિવાંગના પિતાએ પણ વર્લ્ડ રેકોડ બનાવ્યો છે. નાનકડા ગામમાંથી રત્ન ડંકો વગાડી શકે છે.

આ પણ વાંચો : સાદગીથી દિલમાં જગ્યા બનાવનાર જાણીતા કથાકાર જયા કિશોરીનો જોવા મળ્યો અનેરો અંદાજ, જુઓ તસ્વીર

આ પણ વાંચો :સામનામાં શિવસેનાએ ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ “ઓવૈસી ભાજપના ‘અન્ડરગાર્મેન્ટ’ છે “

Next Video