Vadodara : વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા ‘પુસ્તક મેળાનું’ આયોજન, 250 થી વધારે વાલીઓ આ અભિયાનમાં જોડાયા

|

Jun 14, 2021 | 10:11 AM

કોરોનાને કારણે અનેક લોકોનાં ધંધા રોજગારને માઠી અસર થઈ છે, આથી જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ (Education) આપવામાં વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા 'પુસ્તક મેળાનું આયોજન' (Book Fair Campaign)કરવામાં આવ્યું હતુ.

Vadodara : કોરોનાને કારણે અનેક લોકોનાં ધંધા રોજગારને માઠી અસર થઈ છે, આથી  જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ (Education) આપવામાં વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા ‘પુસ્તક મેળાનું આયોજન’ (Book Fair Campaign) કરવામાં આવ્યું હતુ. જેમાં 250 થી વધારે વાલીઓએ ભાગ લઈને બાળકોનાં પુસ્તકો દાન કર્યા હતા.

કોરોનાને કારણે છેલ્લાં ઘણા સમયથી શાળાઓ (School) બંધ છે અને ઓનલાઈન શિક્ષણ (Online Education) શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા એવા બાળકો છે જેમના શિક્ષણ કાર્ય પર અસર થઈ છે, ત્યારે જરૂરિયાત વાળા બાળકોનું શિક્ષણમાં મદદરૂપ થઈ શકે એ હેતુથી આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક મેળામાં એકઠા થયેલા પુસ્તકો જરૂરિયાત વાળા બાળકોને  તેની મદદ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, બાળકોનાં શિક્ષણને લઈને જરુરિયાત વાળા વાલીઓને બોજો (Burden) ન પડે એ માટે વડોદરાનાં વાલી મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પુસ્તકો પસ્તીમાં જવાને  બદલે જરુરિયાતવાળા બાળકોને મળ્યા

સામાન્ય રીતે બાળકોનું શૈક્ષણિક વર્ષ (Education year) પુરુ થતા આ પુસ્તકો પસ્તીમાં આપી દેવાતા હોય છે, જ્યારે વડોદરાનાં વાલીમંડળનાં આ અનોખા પ્રયાસને કારણે અનેક જરૂરિયાત ધરાવતા બાળકોને જરૂરથી મદદ મળશે. ઉપરાંત જરૂરિયાતમંદ  વાલીઓને બાળકોનાં ભણતરનો બોજ ઓછો થવામાં પણ  મદદરૂપ થશે.

Next Video