પાકિસ્તાનમાં હિંદુ લઘુમતિઓની સ્થિતિ અંગે પુછાયેલા પ્રશ્ન પર પાકિસ્તાનીનો રમુજી જવાબનો Viral Video જુઓ

| Edited By: | Updated on: Jul 30, 2023 | 12:50 PM

ભારત વિશે અને પાકિસ્તાનમાં લઘુમતિઓની સ્થિતિ વિશે પુછાયેલા એક સવાલના જવાબમાં પાકિસ્તાની વ્યક્તિ ગોળગોળ અને રમુજી જવાબો આપી રહ્યો છે. આ વીડિયોને યુઝર્સ ખુબ જ જોઇ રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનમાં ચાલતી હલચલના અનેક વીડિયો સામે આવતા હોય છે. જેમાં પાકિસ્તાની જનતાને રિપોર્ટર દ્વારા અનેક સવાલો પુછવામાં આવે છે અને તેના પાકિસ્તાની જનતા દ્વારા ઘણીવાર વિચાર્યા વગરના જવાબો આપવામાં આવે છે. જે લોકોને હાસ્ય પિરસે છે. આવા વીડિયોને લોકો ખુબ જ માણતા હોય છે. અને, પાકિસ્તાની જનતાની વિચારસરણી અંગે લોકોને પોતાના મંતવ્યો બાંધવામાં મદદરૂપ બનતા હોય છે.

પાકિસ્તાની વ્યક્તિના હાસ્યાસ્પદ જવાબો, યુઝર્સ હસી પડયા

આવો જ એક બીજો યુટયુબ વીડિયો પણ લોકોને ખુબ જ ગમી રહ્યો છે. પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પર ઇન્ટરવ્યુ લેનાર દ્વારા પ્રશ્ન પુછવામાં આવે છે. જે અંગે પાકિસ્તાનનો વ્યક્તિ હાસ્યાસ્પદ જવાબ આપી રહ્યો છે. ત્યારે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ ભારતના લઘુમતી અને પાકિસ્તાનના લઘુમતીઓની સ્થિતિ વિશે પુછે ત્યારે જવાબ આપનાર કહે છે અત્યારો થઇ રહ્યા છે. ત્યારે રિપોર્ટર કહે છેકે પાકિસ્તાનમાં એક સમયે 27 ટકા હિંદુ લઘુમતીઓ છે. જયારે અત્યારે પાકિસ્તાનમાં માત્ર 2 ટકાથી પણ ઓછા હિંદુઓ રહી ગયા છે. આ યુટયુબ વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિના રમુજ જવાબો લોકોને ખુબ જ માણી રહ્યા છે. આ સાથે ભારત વિશે પુછાયેલા પ્રશ્નના જવાબમાં પણ આ પાકિસ્તાની ગોળગોળ જવાબ આપીને લોકોને હાસ્ય પિરસી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 30, 2023 12:29 PM