Tv9 Exclusive Interview : સિમ્બા નાગપાલે જણાવ્યું એકતા કપૂરની સીરિયલ ‘નાગિન 6’ કરવા પાછળનું મોટું કારણ

|

Feb 10, 2022 | 1:18 PM

સિમ્બા નાગપાલ ભલે બિગ બોસના ઘરમાં લાંબો સમય ટકી શક્યા ન હોય, પરંતુ સલમાન ખાનની સાથે તેની આ સફરના ઘણા લોકોએ વખાણ કર્યા હતા. ટૂંક સમયમાં સિમ્બા એકતા કપૂરની સિરિયલ નાગીનમાં જોવા મળશે.

Tv9 Exclusive Interview : કલર્સ ટીવી (Colors Tv)ની આગામી ‘ફૅન્ટેસી ફિક્શન’ સીરિઝ નાગિન 6 (Naagin 6)માં, અમે તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) ને તેના બિગ બૉસ 15ના મિત્ર સિમ્બા નાગપાલ સાથે જોવાના છીએ. જો કે સિમ્બા તેના પાત્રો વિશે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે, પરંતુ  TV9 ભારતવર્ષના sonali naik સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં સિમ્બાએ કહ્યું કે, જ્યારે તેણે નાગીનમાં તેને ઓફર કરાયેલા રોલ વિશે સાંભળ્યું ત્યારે તેણે તરત જ આ શો માટે હા પાડી દીધી હતી.

નાગીનમાં આર્મી ઓફિસરની ભૂમિકા

જેમ કે અમે તમને પહેલા જ કહ્યું હતું કે, સિમ્બા એકતા કપૂરની નાગીનમાં આર્મી ઓફિસરની ભૂમિકા  છે. સિમ્બાએ આ પાત્રને વિચાર્યા વગર જ હા પાડી દીધી હતી.બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ તેજસ્વી પ્રકાશે Tv9 સાથેની ખાસ વાતચીતમાં તેમના અને કરણના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.  બિગ બોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ રહી હતી, તેણે કહ્યું કે તેના વ્યસ્ત શૂટની વચ્ચે પણ કરણ તેની સાથે સમય વિતાવી રહ્યો છે. તે પોતાના કામને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરવાની સાથે ‘ટાઈમ મેનેજમેન્ટ’ પણ કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

 

ટીવી એક્ટ્રેસોને હંમેશા વોટિંગમાં ફાયદો

તેજસ્વી પ્રકાશની જીતે સાબિત કરી દીધું છે કે દેશની ફેવરિટ પુત્રવધૂ અને દીકરીઓ સામે કોઈ સ્પર્ધક ટકી શકે તેમ નથી. ટીવીની દિકરી રાગિણી તરીકે સિરિયલ સ્વરાગિનીથી તેજસ્વીએ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો છે. બિગ બોસની ઘણી સીઝનમાં એવું જોવામાં આવ્યું છે કે ટીવી એક્ટ્રેસોને હંમેશા વોટિંગમાં ફાયદો થાય છે. તેજસ્વી પ્રકાશ હોય કે સિમરનો રોલ કરનારી દીપિકા હોય કે પ્રેરણાનો રોલ નિભાવનારી શ્વેતા તિવારી હોય બિગ બોસનો ઈતિહાસ રહ્યો છે કે માત્ર ટીવી એક્ટ્રેસ જ ટ્રોફી જીતે છે.

આ પણ વાંચો : PM Modi Interview: પીએમ મોદીએ કહ્યું, યુપીના છોકરાઓમાં એટલો ઘમંડ હતો કે તેઓ કહેતા હતા કે ગુજરાતમાંથી 2 ગધેડા આવ્યા છે

Published On - 10:37 am, Thu, 10 February 22

Next Article