SRP જવાન જ બુટલેગરની જેમ દારૂની હેરફેર કરતો ઝડપાયો, 4 લાખનો મુદ્દામાલ જપ્ત
છોટાઉદેપુરમાં એસઆરપી જવાન દારૂની હેરફેર કરતા ઝડપાયો છે. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે. નસવાડી પોલીસે કારમાં લઈ જતા વિદેશી દારૂ સાથે બે વ્યક્તિ ઝડપી લીધા છે. પોલીસે આ મામલે હાલ તપાસ ધરી છે કે દારૂ ક્યાથી લાવ્યા હતા અને કેટલા સમયથી આ કામ કરી રહ્યા હતા.
છોટાઉદેપુરમાં એસઆરપી જવાન દારૂની હેરફેર કરતા ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે કવાંટથી નસવાડી તરફ આવતી કારને રોકીને તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં કારની ડેકીમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે.
મહત્વનું છે કે નસવાડી પોલીસે કારમાં લઈ જતા વિદેશી દારૂ સાથે બે વ્યક્તિ ઝડપી લીધા છે. એસઆરપી જવાન મહિપાલસિંહ જાડેજા અને એક અન્ય સિહાન્દ્રાની ખાનગી કંપનીમાં કામ કરતો દિપકસિંહ સોલંકીની અટકાયત કરી છે. પોલીસે આ મામલે હાલ તપાસ ધરી છે કે દારૂ ક્યાથી લાવ્યા હતા અને કેટલા સમયથી આ કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: છોટા ઉદેપુર: 4 ખેતરમાંથી ઝડપાયા 2015 ગાંજાના છોડ, 38 લાખથી વધારેનો ગાંજો જપ્ત
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Makbul Mansuri)