છોટા ઉદેપુરમાં કપાસના ઓછા ભાવને લઈને ખેડૂતો આકરા પાણીએ, ભાવ વધારો કરવા માંગ

|

Nov 05, 2023 | 12:09 PM

છોટાઉદેપુરમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા રોષ જોવા મળ્યો હતો. સંખેડા તાલુકાના ખેડૂતોને મોટે ભાગે કપાસની ખેતી કરે છે. ખેડૂતોએ CCI મારફતે ખરીદી થાય તેવી માંગ કરી રહ્યા છે. ભાવ વધારવા બાબતે મામલતદારને આવેદન આપ્યું હતું. ભાવમાં વધારો નહિ થાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી આપી છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. સંખેડા તાલુકામા મોટે ભાગે ખેડૂતો કપાસની ખેતી કરે છે. ખેડૂતો સી.સી.આઇ દ્વારા ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે. સંખેડા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે, ત્યારે કપાસના વેચાણમાં યોગ્ય ભાવ મળી રહ્યો નથી તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

મહત્વનું છે કે સી.સી.આઇ ખરીદી કરે અને ખરીદી પર 1000 પ્રતિ ક્વિન્ટલનું બોનસ આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ ખેડૂતોને 6500 પ્રતિ ક્વિન્ટલ ભાવ મળી રહ્યો છે. યોગ્ય પોષણસમ ભાવ ન મળતા ખેડૂતોએ મોટી સંખ્યામાં ભેગા થઈ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. ભાવમાં વધારો નહિ કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: છોટાઉદેપુરના નસવાડીમાં પુરવઠા વિભાગના ગોડાઉનની બેદરકારી, ગોડાઉન બહાર રઝળતું રાશન, જુઓ વીડિયો

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video