આમ તો પોલીસનું કામ દારૂ પકડવાનું હોય છે. પરંતુ જો પોલીસ જ દારૂની ચોરી કરે તો ? વાત છે સુરેન્દ્રરનગરની જ્યાં 3 પોલીસકર્મીઓ અને GRD જવાને દારૂની ચોર કરી પાટડીમાં પોલીસે પકડેલો દારૂ ચોર લીઘાની ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસકર્મીઓ પકડેલા દારૂનો નાશ કરવામાં આવતો હતો તે દરમિયાન દારૂ સગેવગે કર્યો હતો.
PSIએ જ 606 વિદેશી દારૂની બોટલની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. કૃપાલસિંહ, ભાવેશ રાવલ અને ગોવિંદ નામના પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો પોલીસ જ દારૂની ચોરી કરે તો લોકો ફરિયાદ કોને કરે ?
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ખેડૂતે કરી આત્મહત્યા, પોતાના જ ખેતરમાં ઝેરી દવા ખાઈ જીવન ટુકાવ્યું
(Input Credit: SAJID BELIM)