સુરત: વચગાળાના બજેટ 2024 પર સુરતના વેપારીએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વીડિયો

|

Feb 01, 2024 | 1:15 PM

સુરતના જ્વેલરી અને ડાયમંડ વેપારના પ્રમુખે બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સોના પરની ડ્યુટીને ઘટાડવાની ડિમાન્ડ કરી હતી પણ આ બજેટમાં ઉદ્યોગકારો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યુ છે. જેમાં તેમને માત્ર 58 મિનિટમાં બજેટનું ભાષણ પૂર્ણ કર્યુ છે. ત્યારે સુરતના જ્વેલરી અને ડાયમંડ વેપારના પ્રમુખે બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સોના પરની ડ્યુટીને ઘટાડવાની ડિમાન્ડ કરી હતી પણ આ બજેટમાં ઉદ્યોગકારો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, માત્ર પાછલા બજેટમાં શું લાભ થયા તેની વાતો અને ચર્ચાઓ થઈ છે અને જ્વેલરી અને ડાયમંડ બિઝનેસ માટે કોઈ જાહેરાત કે જોગવાઈ કરવામાં આવી નથી. ત્યારે અમે આશા રાખીએ છીએ કે લોકસભા ચૂંટણી પુરી થાય પછી અમારી જે પણ આશા-અપેક્ષાઓ છે તે પુરી થાય તેનું સરકાર ધ્યાન રાખે.

Next Video