રાજકોટમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદ, રસ્તા પર ફરી વળ્યા પાણી

|

Jun 26, 2022 | 10:05 PM

રાજકોટમાં (Rajkot Heavy Rain) આજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણ ગાઢ બન્યું હતું અને વાજળીના કડાકા તેમજ જોરદાર પવન સાથે મેઘરાજાએ જોરદાર બેટીંગ શરૂ કરી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં (Gujarat) આખરે વરસાદની (Heavy Rain) જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. આ ગાંધીનગર અને પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે જમાવટ કરી છે. વીજળીના અવાજથી બિલ્ડીંગના કાચ ધ્રુજી ઉઠ્યા હતા. તો ભારે પવનને કારણે રાજકોટની સોપાન હાઈટ્સ બિલ્ડીંગમાં પાર્ક કરેલા વાહનો પડી જવાની ઘટના બની હતી. પરંતુ આવા તોફાની ને કારણે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

હવામાન વિભાગે કરી હતી આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

Published On - 9:23 pm, Sun, 26 June 22

Next Video