KAM NI VAAT : હવે દરેક જગ્યાએ આધાર કાર્ડ નહીં રાખવું પડે સાથે, જાણો આધારની વર્ચ્યુઅલ આઈડી વિશે, સરળ થઈ જશે જરૂરી કામ

|

Jun 08, 2022 | 2:11 PM

UIDAI વેબસાઈટ પર આધારની વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવી પડશે. આઈડી જનરેટ કર્યા બાદ હંમેશા આધારકાર્ડને તમે તમારા ફોનમાં રાખી શકશો

આધાર કાર્ડ (Aadhar card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ (Document) છે અને તેની લગભગ દરેક કામમાં જરૂરિયાત રહે છે, અને તેથી જ ઘણા લોકો તેમનું આધાર કાર્ડ હંમેશા સાથે જ રાખે છે. જેથી તે ખોવાઈ જવાનો કે તેનો ખોટો ઉપયોગ થઈ જવાનો ડર પણ રહે છે. પરંતુ જો તમે ઈચ્છો તો આધાર કાર્ડ હમેશાં માટે તમારા ફોનમાં પણ રાખી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ (UIDAI) આધાર કાર્ડની વર્ચ્યુઅલ આઈડી (Virtual ID) જાહેર કરે છે. આ વર્ચ્યુઅલ આઈડીને UIDAI વેબસાઈટ પરથી જનરેટ કરી શકાય છે. વર્ચ્યુઅલ આઈડી શું છે અને કેવી રીતે જનરેટ કરી શકાય છે આવો જાણીએ..

શું છે આધાર વર્ચ્યુઅલ આઈડી ?

  • વર્ચ્યુઅલ આઈડી 16 ડિજિટનો નંબર હોય છે.
  • આ નંબરનો ઉપયોગ આધાર કાર્ડના વિકલ્પ તરીકે થઈ શકે છે.
  • આ નંબર બેન્કિંગ (Banking services) સહિત તમામ પ્રકારની સર્વિસિસ માટે માન્ય ગણાય છે.
  • જોકે આ નંબરની વેલીડિટી 1 દિવસની ગણાય છે.
  • પરંતુ જ્યાં સુધી યુઝર બીજી વર્ચ્યુઅલ આઈડી ક્રિએટ ન કરી લે ત્યાં સુધી વર્ચ્યુઅલ આઈડી નંબર વેલીડ રહેશે.
  • આધાર વર્ચ્યુઅલ આઈડીની વેલીડિટીને લઈ હજી સુધી કોઈ ટાઈમલિમિટ નક્કી કરવામાં આવી નથી.

આવી રીતે જનરેટ કરો આધાર વર્ચ્યુઅલ આઈડી

  • સૌપ્રથમ તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
  • ત્યારબાદ તમારે લૉગિન કરીને Aadhar services ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
  • ત્યાં તમારે Virtual ID ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આટલી પ્રોસેસ કર્યા બાદ પેજ ઓપન થશે. જેમા તમને 16 ડિજિટનો આધાર નંબર સબમિટ કરવો પડશે.
  • આધાર નંબર સબમિટ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • OTPને તમારે વેબસાઇટ પર સબમિટ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારે Generate VID ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમારી વર્ચ્યુઅલ આઈડી જનરેટ થવાનો મેસેજ આવી જશે.
Next Video