તમે ઘણા પ્રાઈવેટ પ્લેન વિશે સાંભળ્યું હશે. તમે એમ પણ સાંભળ્યું હશે કે કોઈ અમીર માણસ પ્રાઈવેટ પ્લેન કરીને ફરવા જાય છે. તાજેતરમાં જ ચાર્ટર પ્લેનમાં સગા સંબંધીઓને એકઠા કરીને લગ્ન કર્યાના સમાચાર પણ આવ્યા હતા. પરંતુ જો તમને ખબર પડે કે એ વ્યક્તિ એરપોર્ટ પહોંચ્યો અને તેને જાણ થઇ કે ફ્લાઈટમાં તેને એકલાએ જ જવાનું છે તો? ભાવેશ સાથે પણ આવું જ કંઈક બન્યું છે.
માત્ર 18000 માં શાહી મુસાફરી
ભાવેશ 360 સીટના વિમાનમાં મુંબઇથી દુબઇ (Mumbai to Dubai) જઇ રહ્યો હતો અને તેની ટિકિટની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. ભાવેશ ઝવેરીએ આ વિમાનમાં એકલા જ યાત્રા કરી (Solo passenger Bhavesh Zaveri) તે પણ માત્ર 18000 રૂપિયામાં. તમને જણાવી દઈએ કે જ્યારે એરલાઇન્સ કંપનીને મુંબઈથી દુબઇ જવાનો ખર્ચ લાખોમાં પડે છે.
આ એકમાત્ર મુસાફર ભાવેશનું વિમાનની એર હોસ્ટેસ અને બાકીના ક્રૂ સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માટે પણ કદાચ આ પહેલો અનુભવ હતો. પાઇલટ્સ પોતે પણ બહાર નીકળીને તેનું સ્વાગત કરવા આવ્યા હતા.
કઈ રીતે બન્યું આ શક્ય?
હવે જાણો એવું તો શું કારણ હતું કે ભાવેશને આવી મુસાફરી કરવાનો મોકો મળ્યો. વાત એમ છે કે ભાવેશ દુબઈમાં રહે છે અને તેના ધંધાના કામ માટે મે મહિનાના પહેલા અઠવાડિયામાં મુંબઇ આવ્યો હતો. તે 19 મેના રોજ પરત ફરવાનો હતો. તેણે ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી હતી. જોકે તે બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરે છે, પરંતુ તેણે અનુમાન લગાવ્યું હતું કે કોરોના ઓછી ભીડ હશે, તેથી તેણે ઇકોનોમી ક્લાસની ટિકિટ લીધી હતી, જેની કિંમત 18 હજાર રૂપિયા હતી. પરંતુ સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે એરલાઇને ફક્ત એક જ મુસાફર માટે લાખો ખર્ચ કેમ કર્યો?
ખાલી જઈ રહી હતી ફ્લાઈટ
વાત એમ છે કે કોરોનાને કારણે યુએઈમાં ભારતથી જતા લોકો માટે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ દિવસોમાં ફક્ત ગોલ્ડન વિઝા ધારકો, યુએઈના નાગરિકો અને રાજદ્વારીઓને ભારતથી યુએઈ જવાની મંજૂરી છે. ભારતીય મૂળનો ભાવેશ હવે દુબઈનો રહેવાસી છે. આવી સ્થિતિમાં તે આ મુસાફરી માટે પાત્ર હતો. વિમાન કંપનીને પણ દુબઈથી મુંબઈ આવતા લોકોને લાવવા માટે વિમાન દુબઈ લઇ જવાનું હતું. વિમાન ખાલી પાછું ફરી ગયું હોત પરંતુ આવી સ્થિતિમાં ભાવેશને તેમાં મુસાફરી કરવાની છૂટ મળી ગઈ.
SINGLE passenger on board #360_seater #Mumbai_Dubai #Emirates flight!
This is like chartering a Boeing 777-300 for the price of economy class seat! pic.twitter.com/JM9st7TJEQ
— Rupin Sharma IPS (@rupin1992) May 25, 2021
ભાવેશે ઉતાર્યો વિડીયો
19 મેના રોજ જ્યારે સવારની 4.30 ફ્લાઇટ માટે મધ્યરાત્રિએ ભાવેશ મુંબઇ એરપોર્ટ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તે આ મુસાફરીમાં એકલો જ છે. સ્વાભાવિક છે કે તે માનવું મુશ્કેલ હતું. પરંતુ જો તે સાચું હોય તો પ્રસંગને યાદગાર બનાવવા માટે ભાવેશે આ પ્રવાસનો આખો વીડિયો રેકોર્ડ કર્યો હતો.
હમણા ભાવેશનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. ભાવેશ પોતે અને તેના મિત્રો તેને સેલિબ્રિટીથી ઓછું નથી સમજી રહ્યા.
આ પણ વાંચો: વરુણ ધવન અને અર્જુન કપૂર કરતા હતા કેટરીનાથી નફરત, કારણ જાણીને સલમાનના ફેન્સને લાગશે ઝટકો
આ પણ વાંચો: કોવિડમાં નેતા-અભિનેતા પાસે ક્યાંથી આવી દવાઓ અને રેમેડેસિવિર? બોમ્બે હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ
Published On - 1:13 pm, Fri, 28 May 21