તમારી માતૃભાષામાં જ હસ્તાક્ષર કરો ! PM મોદીએ ગેમર્સ સહિત દેશવાસીઓને કરી અપીલ

પીએમ મોદી આ દરમિયાન ગેમિંગ વિશે ચર્ચા કરતા જોવા મળે છે. આટલું જ નહીં, તેમણે ગેમર્સ સાથે ગેમ પણ રમી હતી. પીએમ મોદીએ આ દરમિયાન છેલ્લે ગેમર્સ સાથે વાત કરતા કહે છે કે તમે એક કામ કરો, બધાને કહો કે તેઓ તેમની સિગ્નેચર એટલે કે સહી તેમની માતૃભાષામાં કરે.

તમારી માતૃભાષામાં જ હસ્તાક્ષર કરો ! PM મોદીએ ગેમર્સ સહિત દેશવાસીઓને કરી અપીલ
Sign in your mother tongue PM Modi said
| Updated on: Apr 13, 2024 | 11:54 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સોશિયલ મીડિયા ક્રિએટર્સ એવોર્ડમાં દેખાયા હતા. હવે તે ગેમિંગ ઈન્ડસ્ટ્રીના ક્રિએટર્સને મળ્યા છે. PM મોદીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રી ટોચના ગેમર્સ નમન માથુર, અનિમેષ અગ્રવાલ , મિથિલેશ પાટણકર, પાયલ ધારે, અંશુ બિષ્ટ , તીર્થ મહેતા અને ગણેશ ગંગાધર સાથે મુલાકાત કરી હતી.

જેને આખો વીડિયો આજે રિલીઝ કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ દરમિયાન ગેમિંગ વિશે ચર્ચા કરતા જોવા મળે છે. આટલું જ નહીં, તેમણે ગેમર્સ સાથે ગેમ પણ રમી હતી. પીએમ મોદીએ આ દરમિયાન છેલ્લે ગેમર્સ સાથે વાત કરતા કહે છે કે તમે એક કામ કરો, બધાને કહો કે તેઓ તેમની સિગ્નેચર એટલે કે સહી તેમની માતૃભાષામાં કરે.

પીએમ મોદી ગેમર્સને કરી આ અપીલ

તમને જણાવી દઈએ કે પીએમ મોદી ભારતના એ ટોપ ગેમર્સને મળ્યા હતા જ્યાં તેમની સાથે ઘણી ચર્ચા કરી અને અંતે જ્યારે ગેમર્સ તેમની ટી-શર્ટ સહિતની વસ્તુઓ પર પીએમ મોદીની સિગ્નેચર માંગે છે. ત્યારે પીએમ મોદી કહે છે કે તમે બધા લોકોને તેમની માતૃભાષામાં સિગ્નેચર કરવાની અપીલ કરો. તમે જોતા હશો કે પીએમ મોદી ખુદ તેમની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં પોતાની સિગ્નેચર કરે છે અને નરેન્દ્ર મોદી લખે છે ત્યારે પીએમ એ આ અંગે ગેમર્સને અપીલ કરી કે તમે પણ આ બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવો. જેથી આખા દેશના લોકો પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરે .

પીએમ મોદીએ આ દરમિયાન કોઈની ટી-શર્ટ તો કોઈની ટોપી, ડાયરી અને માઉસ પર પણ સિગ્નેચર કર્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ આ ખેલાડીઓએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે. આ સાથે એક પોસ્ટ લખીને તેણે આને પોતાના માટે મહત્વનો સમય ગણાવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગેમિંગ વિશે ચર્ચા કરતી વખતે વડાપ્રધાન અનેક પ્રકારના પડકારો વિશે પણ વાત કરી રહ્યા છે.