Shraddha Murder Case: 35 ટુકડા-35 સવાલ, જાણો નાર્કો ટેસ્ટમાં આરોપી કેવી રીતે આપે છે સાચા જવાબ?

|

Dec 01, 2022 | 4:13 PM

Shraddha Murder Case: શ્રદ્ઘા હત્યાકાંડના આરોપી આફતાબ પુનાવાલાનો આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં આરોપીને 35 જેટલા સવાલ કરવામાં આવ્યા.

શ્રદ્ઘા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાનો આજે એટલે કે 1 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો. ફોરેન્સિક એક્સપર્ટની ટીમે આરોપી આફતાબને 35 સવાલ પૂછ્યા. તમને જણાવી દઈએ કે દિલ્હીના મહરૌલીમાં આફતાબે શ્રદ્ઘાની હત્યા કરી હતી અને તેની બોડીના 35 ટુકડા કર્યા હતા.

કેવી રીતે થાય છે નાર્કો ટેસ્ટ

ત્યારે હાલમાં લોકોએ જાણવા ખુબ જ ઉત્સુક છે કે આ નાર્કો ટેસ્ટ થાય છે કેવી રીતે? નાર્કો ટેસ્ટમાં ટ્રુથ ડ્રગ અથવા સોડિયમ પેન્ટોથોલના ઈન્જેક્શન આપીને બોડીને સબકોન્સિયસ અવસ્થામાં લાવવામાં આવે છે અને સવાલ પૂછવામાં આવે છે. તપાસ દરમિયાન સ્થળ પર ફોરેન્સિક એક્સપર્ટ, મનોવૈજ્ઞાનિક અને ડોક્ટર હાજર હયો છે.

તમને જણાવી દઈએ કે શ્રદ્ઘા હત્યા કેસમાં અત્યાર સુધી દિલ્હી પોલીસને મહરોલી અને ગુરૂગ્રામના જંગલોમાંથી 25થી 30 હાડકાં મળ્યા છે. તે સિવાય શ્રદ્ઘા અને આફતાબના મિત્રો અને પરિવારજનોના નિવેદન રેકોર્ડ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીગ્રાફ ટેસ્ટમાં હત્યારા આફતાબની કબૂલાત

દિલ્લીના મહેરૌલીના ચર્ચાસ્પદ શ્રદ્ધા મર્ડર કેસમાં એક મોટી માહિતી સામે આવી છે. પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી દીધી છે. પોલિગ્રાફ ટેસ્ટ કરાવનાર પોલીસ અધિકારીઓએ, આફતાબે કરેલી કબૂલાત અંગેની માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે કહ્યું હતુ કે તેને શ્રદ્ધાની હત્યા કરવાનો કોઈ જ અફસોસ નથી. હવે આફતાબનો નાર્કો ટેસ્ટ આજે કરવામાં આવ્યો છે.

Published On - 4:08 pm, Thu, 1 December 22

Next Video