MONEY9: FIIની વેચવાલીને પગલે શું હાલ શેરબજારમાંથી નીકળી જવું જોઇએ?

|

Jun 24, 2022 | 4:25 PM

રશિયા-યૂક્રેનના યુદ્ધ જેવા ઘણાં કારણોના કારણે વિદેશી રોકાણકાર ભારતીય બજાર છોડીને નીકળી રહ્યાં છે. હાલના સમયમાં FII ની વેચવાલી વધી ગઇ છે. ત્યારે રોકાણકારના મનમાં એવો સવાલ ઉભો થાય કે શું હાલ શેર બજારથી દૂર રહેવું જોઇએ.

MONEY9: રશિયા-યૂક્રેનના યુદ્ધ જેવા ઘણાં કારણોના કારણે વિદેશી રોકાણકાર (FOREIGN INVESTOR) ભારતીય બજાર (INDIAN MARKET) છોડીને નીકળી રહ્યાં છે. હાલના સમયમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે FII ની વેચવાલી વધી ગઇ છે. જાન્યુઆરીથી માર્ચ 2022ની વચ્ચે FII એ ભારતીય શેર બજારમાંથી 1.10 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. ઉદાહરણ સાથે જોઇએ તો, અમદાવાદના રહેવાસી અને એક પેટ્રોલિયમ કંપનીના કર્મચારી રાહુલ શાહ પરેશાન છે. તે શેર બજારમાં પૈસા લગાવે છે. એટલે બજાર સાથે જોડાયેલી દરેક ખબર પર બાજ નજર રાખે છે.

શું મારે પણ બજારમાંથી નીકળી જવું જોઇએ? આ સવાલ આજકાલ તેમને બેચેન કરી રહ્યો છે. છેવટે તેમણે તેમના ફાઇનાન્સિયલ એડવાઇઝર પંકજ જૈનને ફોન લગાવ્યો. પંકજે તેમને જે જાણકારી આપી તે ચોંકાવનારી હતી. પંકજે જણાવ્યું કે આક્રમક વેચવાલી છતાં એવી ઘણી કંપનીઓ છે જેમાં FII ખરીદારી કરી રહ્યાં છે અને તેમણે પોતાની હિસ્સેદારી વધારી પણ છે.

ACE ઇક્વિટીના ડેટા અનુસાર, FII એ માર્ચ ત્રિમાસિકમાં રેસ્ટોરન્ટ બ્રાન્ડસ એશિયામાં પોતાની હિસ્સેદારી વધારીને 28.76% સુધી કરી દીધી છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં આ કંપનીમાં FIIનો હિસ્સો ફક્ત 17.35% હતો. કંપનીએ 2 જાન્યુઆરી 2022ના રોજ તેનું નામ બદલી નાંખ્યું છે. આની અગાઉ કંપનીનું નામ બર્ગર કિંગ હતું.

જાન્યુઆરીથી માર્ચ 2022 દરમિયાન રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયાના શેરમાં અંદાજે 29%નો ઘટાડો થયો, જ્યારે આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સમાં 0.54 ટકાનો મામૂલી વધારો થયો છે.

આ કંપની ઉપરાંત FII એ ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટમાં હિસ્સેદારી 19.88%થી વધારીને 25.61% સુધી કરી દીધી છે. આ સમયગાળા દરમિયાન FIIs એ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સમાં હિસ્સેદારી 17.27% થી વધારીને 22.39%, એન્જલ વનમાં 5.44% થી વધારીને 8.96%, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલમાં 20.95%થી વધારીને 23.79%, KEI ઇન્ડસ્ટ્રીઝમાં 21.78%થી વધારીને 25.22% અને યસ બેંકમાં 8.17% થી વધારીને 10.97% કરી લીધી છે.

FII એ City Union Bank, ITC, BEML, Granules India, Bank of Baroda, અને Hindustan Aeronautics, જેવી બીજી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.

બજારના જાણકારોનું શુંકહેવું છે

FII નું રોકાણ ભૂ-રાજકીય મુદ્દાઓ પર આધાર રાખે છે. રશિયા-યૂક્રેન જંગની સાથે મોંઘવારી, ઊંચી બૉન્ડ યીલ્ડ, દુનિયાભરમાં વ્યાજ દરો વધવા અને દિગ્ગજ શેરોનું વેલ્યુએશન જેવી ચિંતાઓએ FII ની વેચવાલી વધારી દીધી છે. પરંતુ કેટલાક પસંદગીના શેરોમાં FII એ ખરીદારી પણ કરી છે. ખાસ કરીને તે થીમ આધારીત રોકાણ પર ભાર મૂકી રહ્યા છે. ઉદાહરણ માટે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, કોમોડિટી કિમત વધવાના કારણે તેમણે એનર્જી શેરોમાં રોકાણ કર્યું છે. યુદ્વથી દુનિયામાં ખાદ્ય આપૂર્તિમાં તંગી દેખાઇ રહી છે. આ કારણથી FII એ ફર્ટિલાઇઝર શેરોમાં સારુ રોકાણ કર્યું છે.

પ્રાઇવેટ સેક્ટરના કેપેક્સમાં સુધારો થઇ રહ્યો છે, કૃષિમાં સારો ગ્રોથ થઇ રહ્યો છે. ઘણાં સેક્ટરમાં સારી ટેકનીક વિકસી રહી છે, તો આ બધા પર FII ની થીમ આધારીત ખરીદારી ભવિષ્યમાં પણ જોઇ શકાશે. એટલું જ નહીં ભૂતકાળના ઉદાહરણને જોઇએ તો આપણે જોયું કે જ્યારે પણ FII એ જોરદાર વેચવાલી કરી છે તો તેના પછીના વર્ષોમાં તેમના દ્વારા શાનદાર રોકાણ પણ કરવામાં આવ્યું છે.

મની 9ની સલાહ

  1. તમે આંખ મીંચીને FII ના ખરીદ કે વેચાણના આધારે કોઇ નિર્ણય ન લો.
  2. FII મોટા રોકાણકાર હોય છે અને બજારમાં મોટા પૈસા લગાવે છે. પરંતુ, એક નાનકડા રોકાણકાર તરીકે તમારી પાસે તેમના જેટલી પહોંચ નથી હોતી.
  3. એટલે તમે જાતે તપાસ કરો.
  4. સારુ એ રહેશે કે કોઇ પણ રોકાણ કરતાં પહેલાં પોતાના ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ જરૂર લો.
Next Video