શાહરૂખ ખાનને રજાના દિવસે સાંભળવો પડે છે પત્ની ગૌરી ખાનનો ઠપકો ! જુઓ Viral Video

|

Apr 14, 2022 | 12:38 AM

Shah Rukh Khan : ફરીદા જલાલ સાથેની એક જૂની મુલાકાતમાં, શાહરૂખ ખાને કહ્યું હતું કે તેનો રવિવાર જાગવાની સાથે તેની પત્ની ગૌરી ખાન તેને ઠપકો આપવાથી શરૂ થાય છે અને પથારીમાં મૂવી જોવા સાથે સમાપ્ત થાય છે.

શાહરૂખ ખાનને રજાના દિવસે સાંભળવો પડે છે પત્ની ગૌરી ખાનનો ઠપકો ! જુઓ Viral Video
Shah Rukh Khan & Gauri Khan (Old File Photo)

Follow us on

શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan) બોલિવૂડના (Bollywood) સૌથી પ્રખ્યાત સ્ટાર કપલમાંથી એક છે. તેઓએ, 90’sની શરૂઆતમાં લગ્ન કરવા અંગે તેના પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ સ્ટાર કપલે ગયા વર્ષે તેમના લગ્નના 3 દાયકાની ઉજવણી કરી હતી. શાહરૂખે ઘણીવાર પોતાના ઈન્ટરવ્યુમાં ગૌરી ખાન સાથેના જીવન વિશે ખુલાસો કર્યો છે. 90’sના દાયકાના આવા જ એક ઇન્ટરવ્યુમાં, શાહરૂખ ખાને ખુલાસો કર્યો હતો કે તેના આળસુ રવિવારની શરૂઆત શાહરૂખના જાગવાની સાથે તેની પત્ની તેને ઠપકો આપવાની સાથે કરે છે.

તાજેતરમાં શાહરુખ ખાનનો એક જૂનો ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખને ફરીદા જલાલ સાથે વાતચીત કરતો જોઈ શકાય છે. ફરીદા જલાલ, જેમની સાથે તેણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ અને અન્ય ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ઇન્ટરવ્યુમાં ફરીદાએ શાહરૂખને તેના પરિવાર સાથેનો સામાન્ય ઑફ-ડે કેવો લાગે છે તેની વિગતો આપવા કહ્યું હતું.

જેના જવાબમાં શાહરૂખે કહ્યું કે, “આ રવિવાર છે, હું રાત્રે ખૂબ મોડો સૂઈ જાઉં છું તેથી સવારે મોડો જાઉં છું. હું ઊઠતાની સાથે જ પહેલી વસ્તુ જે સાંભળું છું તે મારી પત્ની તરફથી ઠપકો છે, તે વિશે કે છેલ્લા છ દિવસથી મેં કેટલું કામ કર્યું છે અને હું ભાગ્યે જ ઘરે આવ્યો છું, અને મેં તેના પર કોઈ ધ્યાન આપ્યું નથી.”

તેણે આગળ ઉમેર્યું કે, “જ્યારે હું તેને કહું છું, ‘ગૌરી જુઓ, હું ખૂબ થાકી ગયો છું’, ત્યારે તે ફક્ત એટલું જ કહે છે, ‘કંઈ નથી! હું કંઈપણ સાંભળવા માંગતી નથી.’ જ્યારે તે મને ઠપકો આપવાનું બંધ કરે છે, ત્યારે હું તેની સામે ખૂબ જ સ્વપ્નશીલ નજરે જોઉં છું, અને તેણીને કહું છું કે ‘આજે તું ખૂબ સુંદર લાગી રહી છે.’ હું એ કહું કે તરત જ એ પણ કહે કે ‘આજે તું પણ ખૂબ થાકેલો લાગે છે.’ તે પછી હું રાજા બની જાવ છું. હું રવિવારે નાહવાનું જરા પણ પસંદ કરતો નથી. હું પથારીમાં રહું છું, થમ્સ અપ અને ચિપ્સ ખાવ છું. પછી ટીવી ચાલુ કરીને હું ફિલ્મ જોઉં છું.”

શાહરૂખે કહ્યું કે તેના રવિવારના આગલા ભાગમાં તેના ફિમેલ ડોગ ચ્યુબેકાને સ્નાન કરાવવું અને તેની ટીક્સ (જંતુ) કાઢવાનો સમાવેશ થાય છે. આ પછી, તે બપોરે તેના ઘરે તેના મિત્રો સાથે જોડાય છે, અને તેઓ સાંજ સુધી બાલ્ડરડેશ, પિક્શનરી અને આર્ટિક્યુલેટ જેવી બોર્ડ ગેમ્સ રમે છે. જો કે, તેનો રજાનો દિવસ તેની પત્ની સાથે મૂવી નાઇટ સાથે સમાપ્ત થાય છે.’

તેણે આગળ કહ્યું કે, “સાંજે, અમે ક્યાંક બહાર જઈએ છીએ, સામાન્ય રીતે ડિસ્કોથેક અથવા ડાન્સિંગ પ્લેસમાં, કારણ કે મારી પત્નીને ડાન્સ કરવાનું પસંદ છે, એ હકીકત સિવાય કે તે મને તેની ધૂન પર ડાન્સ કરાવે છે. પછી રાત્રે, અમે એક સાથે એક ફિલ્મ જોઈએ છીએ, અને સૂઈ જઈએ છીએ, ફક્ત હું અને મારી પત્ની.”

શાહરૂખ જ્યારે ગૌરીને માત્ર 14 વર્ષની હતી ત્યારે પહેલીવાર મળ્યો હતો, જ્યારે શાહરુખ ખાન માત્ર 18 વર્ષનો હતો. વર્ષ 1991માં પરંપરાગત હિંદુ લગ્ન સમારોહમાં લગ્ન કર્યા પહેલા તેઓએ વર્ષો સુધી ડેટિંગ કર્યું હતું. તેમને અત્યારે 3 બાળકો છે – પુત્ર આર્યન અને અબરામ, અને પુત્રી સુહાના.

શાહરુખના વર્ક ફ્રન્ટમાં શું છે ??

શાહરૂખ ખાન છેલ્લે 2018ની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો, જેમાં કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ હતા. હવે તે પઠાણ, જે આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં શાહરુખ ખાન આ 5 વર્ષમાં તેની પ્રથમ ફિલ્મને ચિહ્નિત કરશે. આ ફિલ્મ, જેમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત, તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે.

આ પણ વાંચો – પઠાણના આસિસ્ટન્ટ ડિરેક્ટર માટે શાહરૂખ ખાને લખ્યો એક સ્વીટ મેસેજ, વાંચો અહીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:07 am, Tue, 12 April 22

Next Article