પઠાણના આસિસ્ટન્ટ ડિરેક્ટર માટે શાહરૂખ ખાને લખ્યો એક સ્વીટ મેસેજ, વાંચો અહીયા

Pathan Film : શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ 'પઠાણ'ના સહાયક દિગ્દર્શક અભિષેક અનિલ તિવારીને હૃદયપૂર્વકનો પત્ર લખીને તેને 'જેમ' ગણાવ્યો હતો. શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

પઠાણના આસિસ્ટન્ટ ડિરેક્ટર માટે શાહરૂખ ખાને લખ્યો એક સ્વીટ મેસેજ, વાંચો અહીયા
Shahrukh Khan ( File photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 10, 2022 | 7:02 PM

ગયા મહિને ‘બોલિવુડના બાદશાહ’ના નામથી જાણીતા શાહરૂખ ખાને (Shahrukh Khan) તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ના (Pathan Movie) તેના ફર્સ્ટ લુકની તસવીરો શેર કરી હતી. તે તેના શર્ટલેસ અવતારમાં જોવા મળ્યો હતો, જેમાં તે 8-પેકસ એબ્સ અને ન્યુ હેરસ્ટાઇલ ફ્લોન્ટ કરતા એકદમ ‘હોટ’ લૂકમાં જોવા મળ્યો હતો. આ પૂર્વે પણ, આ ફિલ્મની કો -સ્ટાર દીપિકા પાદુકોણનો (Deepika Padukone) ફિલ્મ ‘પઠાણ માટેનો બિકીની લૂક વાયરલ થયો હતો. શાહરુખ ખાન ઘણા લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઇ રહ્યો છે.

Shah Rukh Khan’s Sweet Message to Abhishek Tiwari

શાહરુખ ખાને તાજેતરમાં તેની ફિલ્મ ‘પઠાણ’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર અભિષેક તિવારીનો જાહેરમાં આભાર માન્યો છે. શાહરુખ ખાને પઠાણ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેની સમગ્ર ટીમ અને ડિરેક્ટર અભિષેક તિવારીનો એક સ્વીટ નોટ લખીને આભાર માન્યો હતો.

ગત મહિને માર્ચમાં, ‘પઠાણ’ના સેટ પરથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ઘણા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત, ‘પઠાણ’ આગામી વર્ષે 25 જાન્યુઆરી, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સ બેનર દ્વારા નિર્માણ કરવામાં આવી છે. તેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ નાનકડી ભૂમિકામાં એટલે કે કેમિયો રોલમાં જોવા મળશે.

તાજેતરમાં દીપિકા પાદુકોણ સ્પેનમાં પઠાણ ફિલ્મના શૂટિંગ સેટ પર સ્પોટ થઈ હતી. તેની તસ્વીરો પણ વાયરલ થઈ હતી. દીપિકા પાદુકોણે થોડા સમય પૂર્વે પઠાણ ફિલ્મના BTS અને ટીઝર પણ શેર કર્યા હતા.

આ ટીઝર શેર કરતાં દીપિકાએ લખ્યું, “પઠાણ અહીં છે! 25મી જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. #YRF50 સાથે #Pathaanની ઉજવણી ફક્ત તમારી નજીકના મોટા સ્ક્રીન પર @iamsrk @thejohnabraham #SiddharthAnand @ yrf.”

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘પઠાણ’ એક સ્પાય થ્રિલર ફિલ્મ છે જેમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. શાહરૂખ ખાનની અગાઉની ફિલ્મ ‘ઝીરો’, જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ પછી શાહરૂખ ખાન થોડા દિવસો માટે બ્રેક પર હતો. પછી તેની નવી ફિલ્મો વિશે સમાચાર આવ્યા હતા. જેમાં ‘પઠાણ’ અને અટલી દ્વારા નિર્દેશિત ‘સિંહ’ ફિલ્મનો સમાવેશ થાય છે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

જો દીપિકાના વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ જે છેલ્લે ફિલ્મ ”ગેહરાઈયાં’ (Gehraiyaan)  માં જોવા મળી હતી. તેમાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા પણ હતા.

આ પણ વાંચો – દીપિકા પાદુકોણે સ્પેનમાંથી તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ના શેર કર્યા ફોટા, નિહાળો અહીંયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati